તા. ૨૧/૨/૨૦૧૮ બુધવાર

વિક્ર્મ સંવત ૨૦૭૪ ફાગણસુદ છઠ્ઠ   

તા. ૨૧/૨/૨૦૧૮ બુધવાર

  • દિલ્લીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં બે ધારાસભ્યોએ મારપીટ કરી. ધારાસભ્ય અમાનુલ્લાહ અને અન્ય એક ધારાસભ્ય સામે એફઆરઆઈ નોંધાઈ.
  • પંજાબ નેશનલ બેંકમાં ગેરરીતી માટે બેન્કનું મેનેજમેન્ટ અને સ્ટાફ દોષી.- કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી
  • રાજ્યના નાણામંત્રી નીતિનભાઈ પટેલે વર્ષ 2018 – 19 નું રૂ. 1,83,666 કરોડનું બજેટ રજુ કર્યું. બજેટમાં આરોગ્ય અને રોજગાર પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આ વર્ષે પોલીસમાં 5635 નવી ભરતી કરવામાં આવશે.
  • બજેટમાં કૃષિ-ખેડૂતો માટે રૂ.6755 કરોડ, મહિલાલક્ષી યોજનાઓ માટે રૂ. 62,302 કરોડ,સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ.899 કરોડ, અને પાણી પુરવઠા માટે રૂ. 3311 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
  • મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડમાં રૂ. છ લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારને રૂ. ત્રણ લાખની તબીબી સારવાર ફ્રી મળશે.
  • ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહ પછી ડિગ્રી એન્જીનીયરીંગ તથા ફર્મ્શીમાં પ્રવેશ માટે ગુજસેટ પરીક્ષા આગામી 23 એપ્રિલના રોજ લેવામાં આવશે.ભૌતિક શાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર કોમન રહેશે.
  • અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું જાતિનું પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ કમિશનરે રદ કર્યું છે જેનાથી તેમની મુશકેલીમાં વધારો થશે.
  • ઓસ્ટેલિયામાં ૨૩મી એપ્રિલથી રમાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય બેડમિન્ટન ટીમ જાહેર કરવામાં આવી. સાઈના નેહવાલ,પી.વી.સિંધુ, કીદામ્બી શ્રીકાંત તથા એચ.એસ.પ્રણોયનો સમાવેશ કરવામાં આવ્યો.
  • ભારતે બાલાસોર ખાતેના અબ્દુલ કલામ આઈલેન્ડ પરથી પરમાણું શસ્ત્રો વહન કરી શકનારી અગ્નિ-2 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.

Share This: