તા. ૨૦/૨/૨૦૧૮ મંગળવાર

વિક્ર્મ સંવત ૨૦૭૪ ફાગણસુદ પાંચમ

તા. ૨૦/૨/૨૦૧૮ સોમવાર

  • નીરવ મોદીનું જંગી કૌભાંડના પડઘા હજુ ચાલુ છે ત્યાં પેન બનાવતી કંપની રોટોમેકના માલિક વિક્રમ કોઠારી સામે રૂ.3,695 કરોડનો ઉચાપતનો કેસ સામને આવ્યો.
  • કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટૂડો પરિવાર સાથે ભારતના પ્રવાસે, ગાંધીનગર અક્ષરધામ મંદિરની મુલાકાત લઇ વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી.
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ ચાર્જ સંભાળ્યો, વિધાનસભામાં ધારાસભ્યોનું વર્તન પ્રજા સમક્ષ અરીસો બનતું હોય છે.- અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
  • તૃણમુલ કોંગ્રેસે સમાજવાદી પક્ષના રાજ્યસભાના સાંસદ તરીકે ટર્મ પૂરી કરી રહેલા જયા બચ્ચનને પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
  • રાજ્યની 74 નગરપાલિકાઓની ચૂંટણીઓના પરિણામો જાહેર,47 નગરપાલિકાઓમાં ભાજપા અને 16 પાલિકાઓમાં કોંગ્રેસ, છ નગરપાલિકાઓ મિશ્ર અને ચાર નગરપાલિકા અપક્ષના ફાળે ગઈ છે.
  • વિધાનસભાનું બજેટના પ્રથમ દિવસ તોફાની, કોંગ્રેસી સભ્યોએ નારેબાજી સાથે રાજ્યપાલનું પ્રવચન ખોરવ્યું.ગૃહમાં બેનર દર્શાવી ‘ ખેડૂતોને પાણી આપો, દલિતોને ન્યાય આપો’ના સૂત્રો પોકાર્યા.
  • રાજ્ય સરકારની ખાનગી શાળાઓની ફી નિર્ધારણ મામલે સુપ્રીમકોર્ટની સ્પષ્ટતા, સરકાર નક્કી કરે એ જ ફી ફાઈનલ રહેશે.
  • પાટણ આત્મવિલોપન કાંડ મામલે સ્વ. ભાનુભાઈ વણકરના પરિવારની માંગણીઓ સરકાર સ્વીકાર કરતાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી કરી ઊંઝા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
  • વિન્ટર ઓલમ્પિકમાં નોર્વેના હોર્વડે 500 મીટર સ્પીડ સ્કેટિંગમાં ફોટો ફીનીશમાં 10 મો ગોલ્ડ મેડલ અપાવ્યો.

 

Share This: