તા.૧૮/૨/૨૦૧૮ રવિવાર

વિક્ર્મ સંવત ૨૦૭૪ ફાગણસુદ ત્રીજ  

તા. ૧૮/૨/૨૦૧૮ રવિવાર

 • મેક્સિકોમાં 7.3 ની તીવ્રતાના ભૂકંપ બાદ 225 આફટરશોક આવ્યા.
 • પાકિસ્તાનમાં સાત વર્ષીય બાળકી જૈનબ અન્સારીના 34 વર્ષીય ઇમરાનને દુષ્કર્મી અને હત્યારાને લાહોર કોર્ટે ચાર વખત ફાંસીની સજા ફટકારાઇ.
 • ચોકીદાર ઉંઘી રહ્યા છે અને ચોર દેશને લૂંટીને ભાગી રહ્યા છે, વડાપ્રધાન પંજાબ નેશનલ બેંકના કૌભાંડ વિષે કેમ બોલતા નથી ?- કોંગ્રેસ
 • ત્રિપુરા વિધાનસભાની 60 બેઠકો માંથી 59 બેઠકો માટે આજે મતદાન યોજાશે.એક બેઠક ચારીલમ વિધાનસભાની ચૂંટણી 12મી માર્ચના રોજ યોજાશે.
 • જોહાનીસ્બર્ગમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની સિરીઝની પ્રથમ T20 મેચ આજે રમાશે. ભારતીય સમય મુજબ સાંજે 6.00થી પ્રારંભ થશે.
 • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ T20 મેચોની શ્રેણીમાં આજે ત્રીજી T20 મેચ રમશે. ભારત 2-0ની સરસાઈ ધરાવે છે.
 • વિન્ટર ઓલમ્પિકમાં જાપાનનો 66 વર્ષીય યુજુર હાન્યું સતત બીજી વિન્ટર ઓલમ્પિકમાં ફિંગર સ્કેટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે.
 • રાજ્યની 75 નગરપાલિકાઓની ચૂંટણીમાં સરેરાશ 60% મતદાન યોજાયું, રાજકીય પક્ષોથી નારાજ અનેક મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો.
 • ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 6,800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
 • પાટણ આત્મવિલોપન કાંડ મામલે સરકારે પરિવારની માગણીઓ લેખિત સ્વરૂપે ન આપતા, દલિત કર્મશીલ ભાનુભાઈ વણકરનું શબ પરિવારજનોએ ન સ્વીકાર્યું. ગાંધીનગર મોડીરાત્રે ચક્કાજામના દ્રશ્યો.
 • આજે દલિતો દ્વારા ગાંધીનગર અને અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું.કડીના ધારાસભ્ય કરસન સોલંકીને લોકોએ ટપલીદાવ સાથે ભગાડ્યા.
 • વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સિવિલ હોસ્પિટલ,ગાંધીનગરની મુલાકાત લઇ ભાનુભાઈ પરિવારના પરિવારજનોને સાંત્વના આપતાં કહ્યું હતું કે તેમના અધિકાર માટેની લડાઈમાં કોંગ્રેસ તેમની સાથે છે.
 • ભાનુભાઈ વણકરના આત્મવિલોપન કેસમાં તપાસપંચ નીમવામાં આવશે, પરિવારને ચાર લાખનું વળતર તથા જમીન પરિવાર કહેશે તે નામ 7-12માં દાખલ કરવામાં આવશે.- નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
 • કોંગ્રેસના ઉપનેતા તરીકે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમાર અને દંડક તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે.

Share This: