તા.૨૧/૧૧/૨૦૧૭ મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૪ માગસરસુદ એકમ ત્રીજ

તા. ૨૧/૧૧/૨૦૧૭ મંગળવાર

  • કોંગ્રેસ દ્વારા જાહેર કરેલ 77 ઉમેદવારોની યાદીમાં પાસ દ્વારા વિરોધ થતાં ચાર બેઠકોના ઉમેદવારો બદલાયા જેમાં વરાછા રોડ પર પ્રફુલ્લ તોગડીયાની જગ્યાએ ધીરુ ગજેરા, જુનાગઢમાં અમિત ઠુંમર ને સ્થાને ભીખાભાઈ જોશી તથા કામરેજ અને ભરૂચના ઉમેદવારો બદલ્યા.
  • કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં ખંભાલીયા બેઠકમાં વિક્રમ માડમ, અબડાસા બેઠકમાં પ્રદ્યુમનસિંહ જાડેજા,રાજકોટ પૂર્વ બેઠકમાં મુતલ દોંગા અને રાજકોટ દક્ષિણમાં દિનેશ ચોવટિયા ચૂંટણી લડશે. કોંગ્રેસે ત્રણ બેઠકો માંગરોળ, ડેડીયાપાડા અને જેડીયુ સાથે ગઠબંધન થયું છે.
  • ભાજપે ત્રીજી યાદીમાં 28 ઉમેદવારો જાહેર કર્યા જેમાં બે મંત્રી,16 ધારાસભ્યો કપાયા, 14 પાટીદારોને ટીકીટ અપાઈ.મંત્રીઓમાં નાણું વાનાની અને જયંતિ કવાડિયાનું પત્તું કપાયું.રમણ વોરાને ઇડરની જગ્યા બદલી દસાડા અને સૌરભ પટેલને અકોટાના સ્થાને બોટાદની ટીકીટ અપાઈ.
  • ગુજરાતની ચૂંટણી અગાઉ રાહુલની કોંગ્રેસ અધ્યક્ષ બનવાની પ્રક્રિયા શરૂ થઇ, તેઓ પાંચ ડીસેમ્બરે પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતા.
  • દેશમાં શાંતિ અને ભાઈચારાને જાળવી રાખવા માટે અયોધ્યામાં રામમંદિર અને લખનૌમાં મસ્જીદ-એ-અમન બને – શિયા વકફ બોર્ડે પ્રસ્તાવ મૂક્યો.
  • કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકો ગુજરાતમાં જાહેરસભા કરશે જેમાં સોનિયા ગ્નાધી,અહેમદ પટેલ, નવજોત સિંધુ,મનમોહનસિંહ અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.
  • સિયાસતની રંગતમાં ખૂપી ના જાઓ, સાત કે આઠ ટીકીટ માટે ગમે તે ના કરો.- પાસ આંદોલનના સંયોજક હાર્દિક પટેલ
  • વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામીની હત્યા મામલે ત્રણ સગીરોની ધરપકડ કરાઈ, એકના અનૈતિક સબંધ હતા.
  • ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ ડ્રો થઇ. ભારતે પાંચમા અને અંતિમ દિવસે ભારતીય કપ્તાન વિરાટ કોહલીના શાનદાર અણનમ સદી કરતાં ભારતનો સ્કોર આઠ વિકેટ ગુમાવી ૩૧૯ રણ કરી દાવ ડીકલેર કરી 231 રનનું ટારગેટ શ્રીલંકાને આપ્યું હતું. શ્રીલંકા સાત વિકેટ ગુમાવી 75 રન કર્યા હતા. મેન ઓફ ધ મેચ ભુવનેશ્વર કુમાર જાહેર કરવામાં આવ્યો હતો.
  • રણજી ટ્રોફીમાં ગુજરાતનો સિદ્ધાર્થ દેસાઈએ પાંચ વિકેટ ઝડપતા રાજસ્થાન સામે એક ઇનિગ્સ અને 107 રનથી વિજય થયો.

Share This: