તા. ૨૦/૧૧/૨૦૧૭ સોમવાર

વિક્રમ સંવત ૨૦૭૪ માગસરસુદ એકમ બીજ       

તા. ૨૦/૧૧/૨૦૧૭ સોમવાર

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પ્રથમ 77 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. યાદી જાહેર થતાં પાસ દ્વારા અમદાવાદ, સુરત અને ભાવનગરમાં વિરોધ કરવામાં આવ્યો.
  • કોંગ્રેસ અને પાટીદાર વચ્ચે અનામત મામલે આખરે કોંગ્રેસ સાથે સહમતી થઇ આજે પાસના સંયોજક હાર્દિક પટેલ આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.
  • કોંગ્રેસની યાદીમાં 51 નવા ચહેરા અને 14 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા. રાજકોટ પશ્ચિમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ઇન્દ્રનીલ રાજગુરૂ ચૂંટણી લડશે, અર્જુન મોઢવાડિયા પોરબંદર અને શક્તિસિંહ ગોહિલ માંડવી (કચ્છ)માંથી ચૂંટણી લડશે.
  • આજે સોનિયા ગાંધીના નિવાસસ્થાને સીડબ્લ્યુસીની બેઠક મળશે, રાહુલની તાજ્પોશી કરાય તેવી શક્યતા.
  • ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ પર આધારિત નિર્માણ પામેલ ‘ પદ્માવતી’ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ નહિ થાય ફિલ્મ નિર્માતાઓએ સ્વૈચ્છિક રીતે નિર્ણય કર્યો હોવાના અહેવાલ.
  • નોબલ વિજેતા અમેરિકાના અર્થશાસ્ત્રી રિચર્ડ થેલર દ્વારા નોટબંધીના અલમની ટીકા કરવામાં આવી, નરેન્દ્ર મોદીનો નોટબંધીનો અભિગમ સારો હતો, પરંતુ તેને અમલી બનાવવામાં થોડીક ભૂલ થઇ છે.
  • ભાજપા દ્વારા ઉમેદવારીઓની બે યાદી રજુ કરાયા બાદ કમલમ ખાતે અસંતુષ્ટોનાં રોષ વચ્ચે અજૂઆતનો દોર, રાજ્યમાં અનેક સ્થળોએ જાહેર કરેલ ઉમેદવારો સામે નારાજગી વ્યક્ત કરી છે.
  • ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી અંગેનું જાહેરનામું આજે બહાર પડશે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 27 નવેમ્બર છે.
  • ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટમાં ચોથા  દિવસે શ્રીલંકાનો પ્રથમ દાવમાં 294 રણ કર્યા તેના જવાબમાં ભારતે બીજા દાવમાં એક વિકેટ ગુમાવી 171 રન કરી 49 રનની સરસાઈ મેળવી. શેખર ધવને શાનદાર 94 રણ કરી આઉટ થયો. લોકેશ રાહુલ 73 અણનમ છે.
  • જન અધિકારી મંચ ગાંધીનગર ઉત્તરની બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે, ઉત્તર- દક્ષિણના 60% મતદારો તેમની સાથે સંકળાયેલા હોવાનો શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો.

 

 

Share This: