તા.૧૯/૧૧/૨૦૧૭ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૪ માગસરસુદ એકમ       

તા. ૧૯/૧૧/૨૦૧૭ રવિવાર

 • ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ માટે ભાજપના 36 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં ચાર ધારાસભ્યોને રીપીટ, 15 નવા ચહેરા અને 11 ધારાસભ્યોને પડતા મુકવામાં આવ્યા.પ્રદીપસિંહ જાડેજા, બાબુ બોખરીયા, જગદીશ પંચાલ અને ભૂષણ ભટ્ટને રીપીટ કરવામાં આવ્યા.
 • ભાજપાના ઉમેદવારો જાહેર કરવામાં આવતાં ભાજપમાં નારાજગી તથાવત,આઈ.કે.જાડેજા ટિકિટ ન આપતાં મોટી સંખ્યામાં સમર્થકો કમલમમાં પહોચ્યા. સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી ભાજપના તમામ હોદાઓ પરથી રાજીનામું આપ્યું.ભોળાભાઈ ગોહિલ નારાજ.
 • વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંત ધર્મતનય સ્વામીની હત્યા કરવામાં આવી.હત્યાનું કારણ હજુ સુધી બહાર આવી શક્યું નથી.
 • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનશે, સોમવારે સીડબ્લ્યુસી બેઠક સોનિયાએ બોલાવી છે.
 • પ્રિયંકા ચોપરા બાદ 17 વર્ષ પછી ભારતની મૂળ હરિયાણાના સોનીપત શહેરની રહેવાસી  મેડીકલનો અભ્યાસ કરતી માનુષી છીલ્લર મિસ વર્લ્ડનો તાજ જીત્યો. માનુષી છીલ્લર મિસ વર્લ્ડનો તાજ જીતનાર છઠ્ઠી ભારતીય મહિલા છે. બીજા ક્રમે ઇંગ્લેન્ડ અને ત્રીજા ક્રમે મેક્સિકો રહ્યું હતું.
 • જમ્મુ કાશ્મીરના બાંદીપુરા જીલ્લામાં આંતકવાદી અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં છ આંતકવાદી ઠાર, એક ભારતીય જવાન શહીદ.
 • ત્રીજી નવેમ્બરે શ્રીસ્વામીનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ,અમદાવાદ દ્વારા નિર્માણ પામેલ યોગ, આર્યુવેદ અને એલોપેથી હોલીસ્ટિક હોસ્પીટલનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
 • ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટમાં ત્રીજો દિવસ પણ ભારત માટે નિરાશાજનક, ભારતીય ટીમ 172 રનમાં જ સમેટાઈ ગઈ. શ્રીલંકા ચાર વિકેટ ગુમાવી 165 રન  કર્યા હતા.
 • અમેરિકાની સુપર સ્ટાર ટેનીસ ખેલાડી સેરેના વિલિયમ્સને રેડીટના સહસ્થાપક એલેકીસસ ઓહાનીયન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા.
 • ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા.નક્કી થયેલા ઉમેદવારોને ટેલીફોનીક સૂચના આપવામાં આવી.
 • તિબેટથી કાઠમંડુ સુધી 174 કિલોમીટર રેલ્વે લાઈન માટે ચીને સર્વે શરૂ કર્યો.
 • માણસામાં હાર્દિક પટેલની જાહેરસભાને મંજુરી વિના પણ જંગી સભા,લોકોની વેલ્યુ નથી એવા અહંકારીઓને પાડી દો.
 • ‘ પાસ’ના અગ્રણીઓને દિલ્લી તેડાવવામાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો.
 • પાસના પૂર્વ કન્વીનર અમરીશ પટેલ અને કેતન પટેલ ભાજપમાં સામેલ થયા,પાસના મહિલા અગ્રણી શ્વેતા પટેલ પણ ભાજપમાં સામેલ થયા.
 • ગોવામાં યોજનારા 48માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ઉદ્દઘાટન બોલીવુડ સ્ટાર શાહરુખખાન કરશે.
 • પદ્માવતી ફિલ્મને લઇ રાજપૂત સમાજનું ત્રીજી ડિસેમ્બરે અમદાવાદ ખાતે મહાસંમેલન મળશે.

Share This: