તા.૧૪/૯/૨૦૧૭ ગુરૂવાર

વિક્રમ સંવત ૨૦૭૩ ભાદરવા નોમ        

તા. ૧૪/૯/૨૦૧૭ ગુરૂવાર

  • જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના આઠ કિમી લાંબા રોડ ઉપર ખુલ્લી જીપમાં ફરીને લોકોનું અભિવાદન.
  • અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું આજે ખાતુંમુહૂર્ત કરવામાં આવશે.રૂ.૧.૧૦ લાખ કરોડના ૫૦૮ કિમી લાંબો દ્વી-માર્ગી એલીવેટેડ ટ્રેક ઉપર ૧૫ ઓગસ્ટ ૨૦૨૨માં પ્રથમ બુલેટ ટ્રેન દોડતી થાય તેવી રીતે તેનું કામ પુરૂ કરવામાં આવશે.
  • હરીન્દ્ર દવે મેમોરીયલ ટ્રસ્ટે સાહિત્યનો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ગુજરાતી કવિ,નિબંધકાર અને વક્તા ભાગ્યેશ જહાંને અને પત્રકારિત્વ ક્ષેત્રે જયંતિ દવેને એનાયત કરવામાં આવશે.
  • ૧૯૯૩માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી દાઉદ અબ્રાહિમની બ્રિટનમાં ૪૦ હાજર કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે.
  • ઉના-ગીરગઢડા તાલુકા પંથકમાં બે ઇંચ વરસાદ સાથે વીજળી પડતાં જમીનમાં ખાડા પડ્યા, ખેડૂતોનો ઉભો પાક ખાખ થયો.
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૂળ ગુજરાતી રાજ શાહને કમ્યુનીકેશન ટીમમાં સામેલ કરવામાં આવ્યા.

Share This: