તા.૧૩/૯/૨૦૧૭ બુધવાર

વિક્રમ સંવત ૨૦૭૩ ભાદરવા આઠમ       

તા. ૧૩/૯/૨૦૧૭ બુધવાર

 • આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન સહીત અનેક કરારો થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૨૨ સુધીમાં પૂરો કરવામાં આવશે.
 • ૧૪ સપ્ટેમ્બર સવારે ૧૦.૦૦ કલાકે સાબરમતી સ્ટેશન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે.આબેની સાથે ૧૫ કંપનીઓના પ્રમુખો ૧૫ જેટલા મહત્વના કરાર કરવામાં આવશે. જાપાની રોકાણનો લાભ ગુજરાતને વધુ મળશે.વડોદરામાં ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટની સ્થાપના કરવામાં આવશે.
 • કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં એક ટકાનો વધારો કરવામાં આવ્યો જેનો અમલ પહેલી જુલાઈથી આપવામાં આવશે.
 • ગુજરાત અને મહારાષ્ટ્ર દમણગંગા-પિંજલ નદીના જોડાણ અંગેના પ્રોજેક્ટના કરાર પર આગામી અઠવાડિયામાં હસ્તાક્ષર કરવામાં આવશે.
 • નરોડા ગામ કેસમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્પેશિયલ કોર્ટે ૧૮મી સપ્ટેમ્બરે કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવ્યું.
 • સુરતમાં યુવાભાજપના વિજયટંકારના સંમેલનમાં ‘ પાસ’નો પથ્થરમારો, બે બીઆરટીએસ સળગાવી.
 • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ધો-૧૨ પાસથી લઇ પોસ્ટ ગ્રેજ્યુએટને ત્રણ થી ચાર હજાર બેકારી ભથ્થું આપશે, યુવાનોને ટેકનોલોજીથી સજ્જ કરવા સ્માર્ટ ફોન પણ આપવામાં આવશે.આગામી ૧૪ સપ્ટેમ્બરથી રાજ્યમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો આરંભ થશે.
 • તમિલનાડુંમાં અન્નાડીએમકેના જનરલ સેક્રેટરી પદેથી શશીકલાને દૂર કરવામાં આવ્યા.
 • ૧૬ કરોડના રક્ત ચંદનની દાણચોરીમાં મુખ્ય સૂત્રધાર વિજય સુબ્બાના પૂજારીની ધરપકડ કરવામાં આવી.૧૬ મેટ્રિક ટ્રન ચંદનનો જથ્થો જપ્ત.
 • તિબેટના માર્ગે કૈલાસ-માનસરોવર યાત્રા શરૂ કરવા મંત્રણા માટે ચીન તૈયાર. નોંધનીય છે કે ડોકલામ વિવાદને કરને ચીને મધ્ય જુનમાં આ માર્ગ બંધ કરી દીધો હતો.
 • એશિયન ગેમ્સ ૨૦૧૪ની વિમેન્સ રીલેમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્પ્રિન્ટર પ્રિયંકા પવાર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેવાના કરને તેની પર આઠ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો. પ્રિયંકા વર્ષ-૨૦૧૧માં પણ બે વર્ષ માટે સસ્પેન્ડ થઇ હતી.
 • રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

Share This: