તા.૧૨/૯/૨૦૧૭ મંગળવાર

વિક્રમ સંવત ૨૦૭૩ ભાદરવા સાતમ      

તા. ૧૨/૯/૨૦૧૭ મંગળવાર

  • જાપાનની ટોચની ૧૫ કંપનીઓ ઓટોમોબાઇલ, એન્જીનીયરીંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે પાંચ લાખ કરોડના મૂડીરોકાણ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરશે.
  • ગુડગાંવની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાત વર્ષના બાળક પદ્યુમનની હત્યા કેસ મામલે સુપ્રીમકોર્ટેની કેન્દ્રસરકાર,હરિયાણા અને સીબીએસઈને નોટીસ પાઠવીને ત્રણ સપ્તાહમાં જવાબ માગ્યો છે.કેન્દ્ર સરકાર દ્વારા શાળાના સ્ટાફ ભરતી પહેલા બેકગ્રાઉન્ડ ચેક કરવા રાજ્યોને નિર્દેશ કર્યો.
  • પૂ.કૃષ્ણશંકર શાસ્ત્રીજીની જન્મ શતાબ્દી વર્ષ પૂર્ણાહુતિ મહામનોરથ નિમિત્તે સોલા ભાગવતમાં રાજ્યની પ્રથમ ડીજીટલ ભાગવત કથા૧૪ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
  • ભારતીય બેડમિન્ટન એસોસિએશન(બિએઆઇ) દિગ્ગજ ખેલાડી પ્રકાશ પાદુકોણને રમતક્ષેત્રે મહત્વનું યોગદાન બદલ પ્રથમ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
  • વર્લ્ડ ચેમ્પીયનશીપની સિલ્વર મેડાલીસ્ટ પીવી સિંધુ કોરિયા ઓપન સુપર સીરીઝ બેડમિન્ટનમાં ભારતનું નેતૃત્વ કરશે.
  • રાજ્યના બે તાલુકા પંચાયત અને આઠ નગરપાલિકાની પેટાચૂંટણીઓ આઠ ઓક્ટોબરના રોજ યોજાશે. રાજ્યના ચૂંટણીપંચે કાર્યક્રમ જાહેર કર્યો.

Share This: