તા.૧૧/૯/૨૦૧૭ સોમવાર

વિક્રમ સંવત ૨૦૭૩ ભાદરવા છઠ્ઠ     

તા. ૧૧/૯/૨૦૧૭ સોમવાર

  • અખિલ ભારતીય અખાડા પરિષદે આશારામ, રાધેમાં,નિર્મલબાબા સહીત ૧૪ નકલી બબોની યાદી જાહેર કરી.આગામી કુંભમાં આવતાં અટકાવશે.
  • દિલ્લીના ગુડગાંવની પ્રતિષ્ઠિત સ્કૂલમાં પાંચ વર્શ્હની બાળકી પર દુષ્કર્મ, પટાવાળાની ધરપકડ કરવામાં આવી,મેજેસ્ટેરીયલ તપાસના આદેશ આપવામાં આવ્યા.
  • સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોની આજથી હડતાલની જાહેરાત, સરકારે એસ્મા લાગુ કર્યો.
  • ઓસ્ટેલિયા સામે રમાનારી પાંચ મેચોની વન ડેશ્રેણીની પ્રથમ ત્રણ વન ડે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ટીમમાં ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીનો સમાવેશ, અશ્વિન અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો નથી પ્રથમ વન ડે મેચ આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ  રમશે.
  • ભારતીય નેવીની છ મહિલા અધિકારીઓની ટીમ સમુદ્રની પરિક્રમા માટે રવાના થઇ,તમામ મહિલાઓ ક્રૂ સાથેનું વિશ્વનું પ્રથમ જહાજ છ મહિના પછી પરત ફરશે.
  • ગુજરાતનો વિકાસ જોઈતો હોય તો વોટ્સઅપના અપપ્રચારથી ભરમાશો નહિ.- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
  • દેશના જાણીતા અને વરિષ્ઠ એડવોકેટ ૯૪ વર્ષીય રામ જેઠમલાણી સાત દાયકાની વકીલાત બાદ નિવૃતિની જાહેરાત કરી.
  • ગુજરાતની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પસંદગી માટે ૨૧ થી ૩૦ સપ્ટેમ્બર નિરીક્ષકોની ટીમ જિલ્લાઓનો પ્રવાસ કરશે.

Share This: