તા. ૧૦/૯/૨૦૧૭ રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૩ ભાદરવા ચોથ    

તા. ૧૦/૯/૨૦૧૭ રવિવાર

  • કાશ્મીરના અનંતનાગમાં આંતકવાદી હુમલામાં એક જવાન શહીદ બે જવાનને ઈજાઓ થઇ છે, સેના અને પોલીસે કરેલી કાર્યવાહીમાં બે આંતકવાદીઓ ઠાર માર્યા છે.
  • કેન્દ્ર સરકારે ૩૦ વસ્તુઓ માટેના જીએસટી રેટમાં ફેરફાર કર્યા છે.લક્ઝરી કાર મોંઘી બનશે. ઈડલી, ચણા, રબર બેન્ડ અને રેઈનકોટ પરના દર ઘટાડવામાં આવ્યા. ખાદી ગ્રામોદ્યોગ જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યું.
  • સ્વનિર્ભર કોલેજોને આર્યુવેદ સહીત ત્રણ કોર્સની પેરા મેડીકલની મેનેજમેન્ટની બેઠકો સરકારને સોંપી.મેનેજમેન્ટ કવોટાની ફી વધારાની માંગણી સરકારે સ્વીકારી લીધી છે.
  • મહિલા કોંગેસના અધ્યક્ષ તરીકે શોભા ઓઝાના સ્થાને સિલચરના સંસદ સુષ્મિતા દેવની નિયુક્તિ કરવામાં આવી. મધ્યપ્રદેશમાં આઈસીસીના સેક્રેટરી ઇન્ચાર્જ તરીકે દીપક બાબરીયાની નિમણૂંક કરવામાં આવી છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. ભારત અને જાપાન વચ્ચે અનેક મહત્વના કરાર થાય તેવી શક્યતાઓ.
  • અગામી ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડભોઇ કાર્યક્રમ માટે ૨૦૦૦ એસટી બસ ફાળવવા વડોદરા ડેપો પાસે માંગણી કરવામાં આવી. ૫૦% ટ્રીપો રદ થાય તેવી શક્યતા.
  • રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર પ્રવીણભાઈ પટેલનું અમેરિકાના ડલ્લાસ ખાતે ૬૦ વર્ષની વયે હદયરોગના હુમલાથી અવસાન થયું.

Share This: