9 Oct 2019 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ અગિયારસ  

તા. ૯/૧૦/૨૦૧૯ બુધવાર

  • ફ્રાન્સે વિજયાદશમીએ પ્રથમ રફાલ ફાઈટર જેટ વિમાન સોંપ્યું, ફ્રાન્સના બોર્ડોક્સ એરબેઝ ઉપર આયોજિત કાર્યક્રમમાં સરંક્ષણ માતરી રાજનાથસિંહને વિમાન સુપ્રત કર્યું. તમામ 36 રાફેલ યુદ્ધ વિમાન 2022 સુધી મળી જશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરમાં પત્ર લખનાર 49 સેલિબ્રિટીઝ વિરુદ્ધ દેશદ્રોહના આરોપ સામે કેસ કરવામાં આવ્યા પછી તેમના સમર્થનમાં 180થી વધુ હસ્તીઓ આવી અને આ કાર્યવાહીણી આકરી ટીકા કરી છે.
  • કેન્દ્રમાં મોદી સરકાર દેશના હિતમાં નિર્ણય કરવામાં સક્ષમ છે. મોંબ લીન્ચિંગ સરકારને બદનામ કરવાનું કાવતરું છે.- આરએસએસના વાળા મોહન ભાગવત
  • બ્રહ્માંડની રચના કઈ રીતે થઇ તેમ જ તેમાં પૃથ્વીનું સ્થાન કઈ રીતે બન્યું એ અંગેના સવાલોના જવાબો શોધનાર ત્રણ વિજ્ઞાનીઓમાં કેનેડા મૂળના અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ, સ્વિઝરલેન્ડના વિજ્ઞાની માઈકલ મેયર અને ડીડીયર કવેલોઝને ભૌતિકશાસ્ત્રનું નોબલ પુરસ્કાર ૨૦૧૯ એનાયત કરવામાં આવશે. જેમ્સ  પીબ્લ્સને ફીઝીકલ કોસ્મોલોજીમાં સૈદ્ધાંતિક શોધ માટે જ્યારે સ્વિસ વિજ્ઞાનીઓ માઈકલ મેયર અને કવેલોઝને સૂર્ય જેવા તારાની એકસોપ્લેનેટ ઓર્બીટીંગ સંબધિત શોધ માટે આપવામાં આવશે.
  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજ્યના IAS અધિકારીઓનું ઉચ્ચસ્ત્તરીય પ્રતિનિધિમંડળ આગામી ૧૯ થી ૨૩ ઓક્ટોબર દરમિયાન ઉઝબેકિસ્તાન જશે.
  • ઊંઝામાં 18 થી 22 ડીસેમ્બર દરમ્યાન યોજાનાર ઉમાના લક્ષચંડી મહાયજ્ઞ માટે યજ્ઞશાળાનું ભૂમિપૂજન તેમજ વિજય સ્થંભ આરોહણ સમારોહ યોજાયો હતો.
  • રૂપાળ વરદાયિની માતાના દિવ્ય પલ્લી મેળામાં અંદાજીત ચાર લાખ કિલો ઘીનો અભિષેક થયો છે. અંદાજે રૂ. 16 કરોડના ઘીનો અભિષિકથી રૂપાળ ગામમાં ઘીની નદી વહેતી થઇ હતી. ભાવિકો પૂનમ સુધી દિવ્ય જયોતના દર્શન કરી શકશે.
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 12 ઓક્ટોબરે ગુજરાતની બે દિવસની રાજ્યની મુલાકાતે આવનાર છે. કોબા ખાતે આવેલા જૈન આરાધના કેન્દ્રના કાર્યક્રમમાં હાજરી આપશે.
  • વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં છ વખત ચેમ્પિયન ભારતીય મહિલા બોકસર મેરીકોમ સાતમી વખત વર્લ્ડ ચેમ્પિયનની કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.