વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ ત્રીજ      

તા. ૯.૩.૨૦૧૯ શનિવાર

  • સુપ્રીમકોર્ટે અયોધ્યામાં રામમંદિર નિર્માણ- બાબરી મસ્જીદ જમીન મામલે મધ્યસ્થી મારફતે ઉકેલનો માર્ગ અપનાવ્યો છે. અને ત્રણ સભ્યોની મધ્યસ્થ પેનલની રચના કરી છે.ત્રણ સભ્યોની પેનલમાં રીટાયર્ડ જસ્ટીસ ખલીકુલ્લાહ ઈબ્રાહીમ (કમિટીના અધ્યક્ષ), આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર અને સિનીયર ધારાશાસ્ત્રી શ્રીરામપંચુની નિમણૂંક કરવામાં આવી છે.
  • અયોધ્યા વિવાદ મધ્યસ્થીઓ દ્વારા ઉકેલવાના નિર્ણયને ભાજપા અને કોંગ્રેસ સહિતના રાજકીય નેતાઓએ આવકાર આપ્યો જ્યારે હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો.
  • પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીનો મુંબઈના અલીબાગ સ્થિત રૂ.100 કરોડનો બંગલો 100 કિલો વિસ્ફોટકથી ફૂંકી મારવામાં આવ્યો છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી વારાણસી બેઠક પરથી લડશે. રાજધાની દિલ્હીમાં મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
  • સેન્ટ્રલ યુનિવર્સીટી ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે ડો. હસમુખ અઢિયાની પાંચ વર્ષ માટે નિયુકતી કરવામાં આવી છે.
  • રાજ્ય સરકારે કૃષિ યુનિવર્સીટીના , મેડીકલ કોલેજ, તથા GMERS સંચાલિત સંસ્થોના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ પહેલી એપ્રિલથી રોકડમાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
  • ભારત અને ઓસ્ટેલિયા વચ્ચે રમાયેલ ત્રીજી વનડે મેચમાં ઓસ્ટેલિયાએ ભારતને 32 રનથી પરાજય આપતાં સિરીઝ જીવંત. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ સતત બોજી વનડે મેચમાં સદી ફટકારી હતી.
  • રાજ્યમાં એક જ દિવસમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના બે ધારાસભ્યો માણાવદર બેઠકના જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપામાં જોડાઈ ગયા છે.
  • પાસના કન્વીનર હાર્દિક પટેલે આગામી લોકસભાની ચૂંટણીમાં લડવાની હોવાથી વિસનગર કોર્ટેના એક કેસમાં કરેલા બે વર્ષની સજાના હુકમ પર સ્ટે મુકવા હાઈકોર્ટમાં અરજી કરી છે.
  • ભરૂચમાં દસ વર્ષની રજૂઆત બાદ 46 વિસ્તારોમાં આગામી પાંચ વર્ષ માટે રાજ્ય સરકારે અશાંતધારો લાગુ કર્યો છે. અશાંતધારો લાગુ પડવાથી સરકારે નક્કી કરેલા 46 વિસ્તારોમાં મુસ્લિમ લોકો હિંદુ વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી શકશે નહિ, તેવી જરીતે હિંદુ મુસ્લિમ વિસ્તારમાં ખરીદી શકશે નહિ.
Categories: Daily News