વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ ચોથ  

તા. ૯/૨/૨૦૧૯ શનિવાર

 • અંગ્રેજી અખબાર ‘ ધ હિંદુ’ એ રફાલ સોદામાં વડાપ્રધાન કાર્યાલય (PMO)ઓ દખલગીરીના રીપોર્ટથી મોદી સરકાર ભીંસમાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે 24 નવેમ્બર 2015ના રોજ પત્ર લખીને વડાપ્રધાન કાર્યાલયની સમાંતર વાટાઘાટો સામે વાંધો લીધો હતો.
 • રફાલ સોદામાં વડાપ્રધાન કાર્યાલય સીધી રીતે સંડોવાયેલું છે ચોકોદાર ચોર છે તે હવે પુરવાર થઇ ગયું છે.- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી
 • રાજસ્થાનમાં ગુર્જર સમુદાયે અનામત માટે ફરીથી આંદોલન શરૂ થતાં રાજ્યના ટ્રેન વ્યવહાર પર અસર થઇ છે.
 • ઉત્તરપ્રદેશના સહારનપુરમાં 18 અને કુશીનગરમાં 10  અને ઉત્તરાખંડના રૂડકીમાં 14  ઝેરી શરાબને કારણે કુલ 42 લોકોના મોત, સંખ્યાબંધ ગંભીર છે.
 • ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જીલ્લાના કવાલમાં બે ભાઈઓની હત્યાકાંડમાં તમામ સાત દોષિતોને જીલ્લાની ADJ-7 કોર્ટે જન્મટીપની સજા ફટકારી છે.    
 • શિક્ષણ બોર્ડ દ્વારા 23 એપ્રિલના રોજ લેવાનારી ગુજકેટ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત 16  ફેબ્રુઆરી સુધી રાખવામાં આવી છે. ધો-12 વિજ્ઞાનપ્રવાહ પરીક્ષા માટે આજથી હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકાશે.
 • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની આજે બીજી ટી20 મેચમાં ભારતની સાત વિકેટથી શાનદાર વિજય થયો છે. મેન ઓફ ધ મેચ કૃણાલની ત્રણ વિકેટ તથા રોહિત શર્માના આક્રમક 50 રન કર્યા હતા. ટી20 સિરીઝ 1-1 થી બરાબર થઇ છે.
 • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહિલા ક્રિકેટ ત્રણ મેચની શ્રેણીની આજે બીજી ટી20 મેચમાં ભારત છેલ્લા બોલે હાર્યું.ત્રણ મેચોની સિરીઝ ભારત 0-2થી પાછળ છે.
 • ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે તેઓ 12 મહિલા સહીત 15 કાર્યકરો સાથે ભાજપામાં જોડાઈ ગયા છે.
 • 400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડમાં રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી સામે ગાંધીનગર એસીબી કોર્ટે વોરંટ ઈશ્યૂ કર્યું છે. હાઈકોર્ટના આદેશ છતાં હાજર ન રહેતા મંત્રી સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.  
 • રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યો અને રાજ્યસભાના ઉમેદવારોને ટીકીટ નહિ મળે તેવી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્ણયથી આઠ થી દસ નેતાઓના ટીકીટ માટે સ્વપ્નો પર પાણી ફેરવ્યું.
Categories: Daily News