વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ ચોથ                      

તા.૯.૪.૨૦૧૯ મંગળવાર

  • લોકસભા ચૂંટણી માટે ભાજપનો ‘ સંકલ્પ પત્ર’ જારી, રામમંદિર નિર્માણ, કાશ્મીરમાં કલમ 370 નાબૂદી, ખેડૂતોને વાર્ષિક રૂ. 6000ની આવકના ટેકાનું વચન, એક લાખ સુધીની લોન વ્યાજમુકત, તથા દેશને 2030 સુધી ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવી દેવાની ખાતરી આપવામાં આવી છે.
  •  સુપ્રીમકોર્ટના આદેશ મુજબ  વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) અને ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન ( EVM)ની ગણતરી બાબતે એક વિધાનસભા મતક્ષેત્રના પાંચ ઈવીએમ સાથે પાંચ વીવીપેટની ગણતરી કરવામાં આવશે.અને તેની પસદંગી રેન્ડમ ધોરણે કરવામાં આવશે.
  • મધ્યપ્રદેશમાં આવકવેરાના દરોડા દરમ્યાન આઈટીવિભાગે રૂ. 281 કરોડના બિનહિસાબી રોકડનું રેકેટ ઝડપ્યું.
  • ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનું એક પણ એફ-16 વિમાન તોડી પાડ્યું નથી તેવા અમેરિકાના દાવાને ખોટા પાડતા નક્કર પુરાવા વાયુદળે રજુ કર્યા છે.
  • મતદારોને ઠેકાણે પાડવાની ધમકી બાબતે વાઘોડીયાના ધારાસભ્ય શ્રી મધુ વાસ્તવને ચૂંટણીપંચ દ્વારા નોટીસ પાઠવી આપી બે દિવસમાં સ્પષ્ટતા કરવાની તાકીદ કરવામાં આવી છે.
  • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કિંગ્સ ઈલેવન પંજાબનો હૈદરાબાદ સામે છ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. ડેવિડ વોર્નરના અણનમ 70 રન કર્યા હતા. હૈદરાબાદ ચાર વિકેટ ગુમાવી 150 રનની સામે પંજાબ વતી કે.આર રાહુલના અણનમ 71 રનની મદદથી પંજાબે ચાર વિકેટ ગુમાવી જરૂરી લક્ષ્યાંક વટાવ્યો હતો.
  • કબડ્ડી લીગ હરાજીમાં સ્ટાર રેઈડર સિદ્ધાર્થ દેસાઈ પ્રો – કબડ્ડી લીગનો બીજો સૌથી મોંઘો 1.45 કરોડમાં તેલુગુ ટાઈટન્સે ખરીદ્યો હતો.
  • ભારતીય પુરૂષ હોકી ટીમના કોચ તરીકે ઓસ્ટેલિયાના પૂર્વ  ખેલાડી અને પૂર્વ કોચ ગ્રાહમ રેડની પસંદગી કરવામાં આવી છે.

રાજ્યમાં ૨૩મી એપ્રિલે યોજાનાર લોકસભાની તમામ 26 બેઠકો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખે કુલ 371 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યા છે. સૌથી વધુ ઉમેદવારો સુરેન્દ્રનગર બેઠકમાં 31 ઉમેદવારો જ્યારે સૌથી ઓછા પંચમહાલ બેઠકમાં છ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

Categories: Daily News