8 Sep 2019 Sunday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ દશમ

તા. ૮/૯/૨૦૧૯ રવિવાર

  • ચંદ્રની સપાટીની નજીક પહોચ્યુંને ત્યાં જ લેન્ડર વિક્રમ ગુમ થયું. ભારતનું મિશન ચંદ્રયાન-2 22 જુલાઈથી 48 દિવસમાં 384400 કિલોમીટરનું અંતર કાપી ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડીંગના લક્ષ્યને પાર કરીને ઈતિહાસ સર્જવામાં ભારત માત્ર 2.1 કિલોમીટર દૂર રહી ગયું છે.
  • ઈસરોના વાળા કે.શીવાન હતાશ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળે લગાવી સાંત્વના આપી. “ વિજ્ઞાનમાં નિષ્ફળતા હોતી જ નથી માત્ર પ્રયાસો થાય છે, મને મારા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. નવી સવાર ઉગશે અને આવતીકાલ વધુ ઉજ્જવળ હશે. સમગ્ર દેશ તમારી સાથે છે.”- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • મેઘાલય હાઈકોર્ટમાં બદલી કરવાથી નારાજ મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિજયા કમલેશ તાહિર રામાણીએ રાજીનામું આપી દીધું છે. તેઓ દેશમાં હાઈકોર્ટેના સૌથી સીનીયર જજ છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઔરંગાબાદમાં દેશના પ્રથમ સ્માર્ટ ઔધોગિક શહેર ( ઓંરિક)નું ઉદ્દઘાટન કર્યું છે.
  • દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દેશોના પ્રવાસે જવાના છે ત્યારે પાકિસ્તાને રાષ્ટ્રપતી માટે એર સ્પેસ ખોલવાની ના પાડી દીધી છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આઈસલેન્ડ, સ્વિઝરલેન્ડ અને સ્લોવેનિયાના દેશોના પ્રવાસે સોમવારે જવાના છે.
  • અમદાવાદ જિલ્લાને ‘ બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે.
  • સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકાર તાજેતરમાં સોમનાથ મંદિરને શ્રેષ્ઠ સ્વચ્છ આઇકોનિક તરીકે જાહેર કર્યું છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે રાજ્યના અગ્ર સચિવ એસ.જે હૈદરને એવોર્ડ એનાયત કરીને ગુજરાતનું સન્માન વધાર્યું છે.
  • ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાની આગોતરા જામીન અરજી ગાંધીનગર કોર્ટે નામંજૂર કરી છે. ધનજી ઓડ પોતે ઢબુડી માતાજી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરીને લોકોને અંધશ્રદ્ધા તરફ લઇ જાય છે તેવો આરોપ છે.