8 Oct 2019 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ દશમ

તા. ૮/૧૦/૨૦૧૯ મંગળવાર

  • કાળા નાણા સામેની લડાઈમાં ભારતને મહત્વપૂર્ણ સફળતા, સ્વીસ બેન્કોમાં ભારતીયોના ખાતાની પ્રથમ યાદી  સરકારને મળી. સ્વિઝરલેન્ડ FTA દ્વારા 75 દેશોને વૈશ્વિક માપદંડ સમજુતીના ભાગરૂપે નાણાકીય ખાતાઓની માહિતી આપવામાં આવી છે.
  • મુંબઈના આરે કોલોનીમાં વૃક્ષની કાપની પર સુપ્રીમકોર્ટ તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે. વિધાર્થીના પત્રને જનહિતની અરજી માનીને સુપ્રીમકોર્ટ આદેશ કર્યો છે.
  • મેડીસન નોબલ પુરસ્કાર ૨૦૧૯  બે અમેરિકનના વિલિયમ જી.કેલિન જુનિયર અને ગ્રેગ એલ સેમેન્સ અને બ્રિટનના સર પીટર જે.રેરકિલ્ફને આપવામાં આવશે. આ વિજ્ઞાનીઓ ૧૯૯૦થી શરૂ પોતાની શોધ માનવ કોશિકા ઓક્સિજનની જરૂરિયાત  મુજબ મહેસૂસ કરે છે તેની શોધ કરી છે. તેમેણ ઓક્સિજનની ઉપલબ્ધતા મુજબ જીન્સની ગતિવિધિયો ને સંચાલિત કરતી કોશકીય મશીનરીની ઓળખ  કરી છે. આ શોધથી એનીમિયા, કેન્સર અને સ્ટ્રોકના ઇલાજમાં મદદ મળશે.
  • ભારતીય બીક્સર મંજુ રાની ૪૮ કી.ગ્રામ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પીયનશીપની કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
  • ઓસ્ટેલિયા મહિલા ક્રિકેટ ટીમે બીજી વનડે મેચમાં શ્રીલંકાને 110 રનથી હરાવી વનડે સીરીઝ 2-0થી અજેય લીડ મેળવી છે. વન ડેમાં સતત 17મી જીત છે.
  • વર્ષ -2016માં વહેલાલ GIDCમાં 1364 કિલો ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડ સહીત છ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય જીલ્લા સેસન્સ કોર્ટે 10 વર્ષની જેલની સજા અને રૂ બે લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો છે.
  • રાજ્ય સરકાર દ્વારા પોલ્યુશન ઓફ કંટ્રોલ સેન્ટર (PUS)  સ્થાપવા માટેના નિયમો અને પ્રક્રિયા સરળ બનાવવાની જાહેરાત કરી. PUC સેન્ટર ભાડાની કે માલિકીની પાંચ વર્ષની મુદત માટે સેન્ટર મળશે. સ્મોકમીટર, ગેસ અને એડવાઈઝર કમ્પ્યુટર મરજીયાત છે.