8 Nov 2019 Friday

વિક્રમ સવંત ૨૦૭૬ કારતકસુદ અગિયારસ  

તા. ૮/૧૧/૨૦૧૯ શુક્રવાર

  • કરતારપુર જનાર ભારતીય પાસે પાસપોર્ટ હોવો જરૂરી નથી તેવી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનની  જાહેરાત પાક આર્મીના પ્રવક્તા મેજર જનરલ આરીફ ગફુરે ફગાવી દેતાં કહ્યું કે ભારતીયો પાઈ પાસપોર્ટ હોવો જરૂરી છે. સુરક્ષાના કારણોસર પાસપોર્ટ આધારિત ઓળખ પર મેળવવાથી પરમીત દ્વારા પ્રવેશ અપાશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ અને 14 નવેમ્બરે બ્રાઝીલના પ્રવાસે જશે. પાંચ દેશોની સમૂહ બ્રીક્સની વાર્ષિક સમિટમાં હાજરી આપશે. બ્રિક્સના દેશોમાં ભારત સહીત બ્રાઝિલ, રશિયા,ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
  • કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિંધુને પાકિસ્તાન બાજુ કરતારપુર કોરીડોર ઉદ્દઘાટન સમારોહમાં જવા માટે સરકારે રાજકીય મંજુરી આપી છે. તો બીજી બાજુ પાકિસ્તાને પણ સિંધુને વિઝા જારી કર્યા છે.
  • કેન્દ્ર સરકારના છ વર્ષના અણધડ  નીતિ વિષયક આયોજન, જનહિત વિરોધી પગલાં અને ખેડૂતોની પાકવિમાને પગલે કોંગ્રેસે સમગ્ર દેશમાં આજથી જન આંદોલન કરવાની જાહેરાત કરી છે.
  • રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટે હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકો સ્વચ્છતાની ચકાસણી કરી શકે એ માટે પ્રવેશની મંજૂરીનો નિયમ જાહેર કર્યો છે. હવે હોટલો-રેસ્ટોરન્ટ કિચન બહાર ‘ NO ENTRY’ નું બોર્ડ લગાવી શકશે નહિ. આ જોગવાઈનો ભંગ કરનાર હોટલો-રેસ્ટોરન્ટના માલિકને રૂ. એક લાખનો દંડ થઇ શકે છે.
  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકોટ ખાતે રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતનો આઠ વિકેટથી વિજય થયો છે. શ્રેણી 1-1 થી સરભર થઇ છે. મેચમાં રોહિત શર્માએ શાનદાર 85 રન કર્યા હતા. ત્રીજી અને અંતિમ ટી20 મેચ 10 નવેમ્બરના રોજ નાગપુર ખાતે રમાશે.
  • દોહામાં ચાલતી એશિયન ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર દશાસિંહે 10 મીટર એર પિસ્તોલ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જુનિયર મેન્સ ટ્રેપમાં વિવાન કપૂરે ગોલ્ડ મેડલ જીત્યો અને ભોવ્નીશ મેદીરીતાએ સિલ્વર મેડલ જીત્યો છે.
  • ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાતાએ 51 વન ડે ઇનીગ્સમાં 2000 રન કરી ઈતિહાસ રચ્યો ચી. સૌથી ઝડપે 2000 રન કરનારી તે પ્રથમ ભારતીય મહિલા બની છે. શિખર ધવન એક માત્ર ભારતીય ખેલાડી છે કે જેને 48 ઇનિગ્સમાં સૌથી ઝડપી 2000 રન બનાવ્યાનો રેકોર્ડ છે.
  • મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે હજુ કોકડું યથાવત, શિવસેનાએ પોતાના  ધારાસભ્યોને રંગ શારદા રેસ્ટોરન્ટમાં મોકલ્યા છે.  મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત આવતી કાલે પૂરી થાય છે. જો કોઈ સરકાર રચવાનો દાવો નહિ કરે તો રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે.
  • કેન્દ્ર સરકારે રામ જન્મભૂમિ વિવાદ કેસના મામલે તમામ રાજ્યોને એલર્ટ રહેવા આદેશ જારી કર્યો છે. સુપ્રીમકોર્ટ આ અંગેનો ચુકાદો ૧૭ નવેમ્બર પહેલા ગમે ત્યારે જાહેર થઇ શકે છે.