વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ બીજ      

તા. ૮.૩.૨૦૧૯ શુક્રવાર

 • જમ્મુ શહેરના મધ્યમા એક ભરચક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો, એક વ્યક્તિનું મોત, 32 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હિઝબુલ મુજાદ્દીનના આંતકવાદીને પકડી લેવામાં આવ્યો છે.
 • આંતક સામે અમેરિકાનું આકરું વલણ યથાવત, અમેરિકાએ આતંકીની યાદીમાંથી નામ કાઢવાની હાફીઝની અરજી નકારી દીધી છે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 20 રૂપિયાનો 12 ખૂણાવાળો નવો ચલણી સિક્કો રજૂ કર્યો છે.
 • સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસમાં લોકપાલની નિમણૂંક માટે પસંદગી સમિતિની બેઠક અંગે નિર્ણય જણાવવાનો આદેશ કર્યો છે.  
 • લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં ગુજરાતના ચાર અને ઉત્તરપ્રદેશના અગિયાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અમેઠી અને સોનિયા ગાંધી રાયબરેલીમાંથી ચૂંટણી લડશે.
 • કોંગ્રેસે જાહેર કરેલી 15 ઉમેદવારીની યાદીમાં ગુજરાતના અમદાવાદ પશ્ચિમમાં રાજુ પરમાર, આણંદમાં ભરતસિંહ સોલંકી, વડોદરામાં પ્રશાંત પટેલ અને છોટાઉદેપુરમાં રણજીત રાઠવાને ટીકીટ આપવામાં આવી છે.
 • ટીચર્સ યુનિવર્સીટી (IITE)ના કુલપતિપદે ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલના કન્વીનર ડો. હર્ષદ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
 • રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ શરૂઆત થઇ છે, બંને ધોરણના પ્રશ્નપત્રો સરળ નીકળતાં વિધાર્થીઓને રાહત થઇ છે.
 • લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં અલ્પેશ ઠાકોર સહીત છ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ સાથે છેડો ફાળી ભાજપામાં જોડાય તેવી અટકળો તેજ બની છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ મંત્રીપદ મેળવી શકે છે.
 • ગુવાહાટી ખાતે રમાયેલ  ભારત અને ઇંગ્લેન્ડ ની મહિલા ક્રિકેટ ટીમ બીજી ટી20 મેચમાં ભારતનો પરાજય થયો છે. ઇંગ્લેન્ડ ભારતની સામે ત્રીજી સિરીઝ જીત્યું છે.
 • ભારત અને ઓસ્ટેલિયા વચ્ચે આજે ત્રીજી વનડે મેચ રાંચી ખાતે રમાશે. ભારત આ મેચ જીતશે તો પાંચ મેચની વનડે શ્રેણી પણ જીતી જશે.
Categories: Daily News