વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ ત્રીજ

તા. ૮/૨/૨૦૧૯ શુક્રવાર

 •  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો અને રીવર્સ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરીને અપેક્ષાથી વિરુદ્ધ પગલું ભરતાં લોન ધારકોને રાહત થશે. શક્તિકાંત દાસ RBIના ગવર્નર બન્યા પછી પ્રથમવાર યોજાયેલી મોનીટરી પોલીસી કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રફાલ અંગે મારી સાથે પાંચ મિનિટ ચર્ચા કરી જુએ, RSS નાગપુરથી દેશ ચલાવે છે. કોંગ્રેસ સત્તામાં આવીશું તો ત્રણ તલાક કાયદો રદ કરીશું – કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી
 • ઇડી ઓફિસરોએ બીજા દિવસે પણ રોબર્ટ વાડ્રાની નવ કલાક સુધી પૂછપરછ કરી છે. તેમની વિરુદ્ધ વિદેશમાં મિલકતો વસાવવાનો આરોપ છે.
 • દેશની પ્રથમ એન્જિન વગરની ટ્રેન ‘ વંદે ભારત એક્સપ્રેસ’ આગામી 15 ફેબ્રુઆરીએ દિલ્લીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી આપી ટ્રેન રવાના કરશે. 16 કોચ ધરાવતી આ ટ્રેન દેશના પાટનગર દિલ્લીથી વારાણસી વચ્ચે દોડનાર છે.
 • ઉત્તર ભારતમાં ફરી કાતિલ ઠંડી, દિલ્લી, પંજાબ અને હરિયાણામાં વરસાદ. કાશ્મીર દેશથી વિખૂટું પડ્યું, કુલગામમાં બરફના તોફાનમાં 10 લાપતા થયા છે.
 • લોકસભાની રણનીતિ ઘડવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજવા અંગે વિચારણા થઇ રહી છે. ગુજરાતમાં આગામી 14મીએ રાહુલ ગાંધીએ લોકસભાનું પ્રચારની શરૂઆત કરશે.
 • આખરે કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ ડો. આશાબેન પટેલ આજે વિધિવત ભાજપમાં જોડાશે.
 • રાજ્યમાં શિક્ષણ બોર્ડની આગામી સામાન્ય સભામાં ધો-9 અને 10માં શારીરિક શિક્ષણના વિષયમાં સુધારો કરી કયા રોગમાં કઈ દાવા લેવી તે ભણાવવા અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવશે.
 • વાહનચાલકોએ હવે પોતાના ડ્રાઈવિંગ લાઈસન્સની મુદત પૂર્ણ થવાના એક વર્ષ પહેલા રિન્યૂ કરાવવાના રહેશે. 50 વર્ષથી વધુ વયના લોકોએ લાઈસન્સ રિન્યૂ કરાવવા તબીબી પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે. તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે.
 • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની આજે બીજી ટી20 મેચ ઓકલેન્ડ ખાતે રમાશે. ન્યૂઝીલેન્ડ ટી20 સિરીઝ 1-૦ થી આગળ છે.
 • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહિલા ક્રિકેટ ત્રણ મેચની શ્રેણીની આજે બીજી ટી20 મેચ ઓકલેન્ડ ખાતે રમાશે. ભારતીય ટીમ આજે 100મી ટી20 રમનાર વિશ્વની છઠ્ઠા ટીમ બનશે.
 • વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા વેટલીફટર મીરાબાઈ ચાનુંએ થાઈલેન્ડમાં ઈજીએટી કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
 • વિદર્ભ સતત બીજી વાર રણજી ટ્રોફી  ચેમ્પિયન બનનારી છઠ્ઠી ટીમ બની છે. વિદર્ભ ફાઈનલમાં સોરાષ્ટ્રને 78 રનથી હરાવ્યું છે.
Categories: Daily News