વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ ત્રીજ                     

તા.૮.૪.૨૦૧૯ સોમવાર

  • અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અમેરિકી ચીજવસ્તુઓ પર જંગી જકાત લાદવાનો આક્ષેપ કર્યો છે અને પોતાના અધિકારીઓને પણ જવાબી કાર્યવાહી કરવાનું કહી દીધું છે.
  • લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ‘ અબ હોગા ન્યાય’ કેમ્પેન લોન્ચ કર્યું છે તો ભાજપાએ ‘ ફિર એક બાર મોદી સરકાર’ કેમ્પેન લોન્ચ કર્યું છે.
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના સહયોગીઓ પટ આઈટી વિભાગના દરોડા, કમલનાથના OSD પ્રવિણ કક્કડ અને અન્યોપાસેથી 9 કરોડ ઝડપાયા.
  • ગુજરાત પોલીસની LDR પરીક્ષા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વીરેન્દ્ર માથુર દિલ્લીથી ઝડપાયો, 1 કરોડમાં સોદો થયો હતો.
  • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર બેગ્લોરને સતત છઠ્ઠી હાર થઈ, દિલ્લી કેપિટલ્સે બેગ્લોરને ચાર વિકેટથી હરાવ્યું છે.
  • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સને કોલકાતા નાઈટ રાઈડર્સએ આઠ વિકેટથી હરાવી ટોચના સ્થાને પહોંચ્યું છે.
  • માલદીવમાં ભારત સમર્થક માલ્દીવિયન ડેમોક્રેટિક પાર્ટીના શરૂઆતના પરિણામોમાં 87માંથી 60 બેઠક સાથે બે તૃતીયાંશ બહુમતી મળી છે.
  • રાજ્યમાં ભાજપે પ્રચાર માટે ડીજીટલ રથ તથા જાદુગરોની ટીમ મેદાનમાં ઉતારી છે. આ ઉપરાંત સ્ટાર પ્રચારકો જાહેરસભાને સંબોધન કરશે.
  • કર્ણાવતી કલબના સેક્રેટરીપદેથી રાજીવ પટેલનું રાજીનામું આપ્યું છે. ચોક્કસ સંખ્યા કરતાં વધુ સભ્યો બનાવવાના દબાણના પગલે રાજીનામું આપ્યું હોવાનું મનાય છે.
Categories: Daily News