7 Oct 2019 Monday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ નોમ

તા. ૭/૧૦/૨૦૧૯ શનિવાર

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પાંચ કિલોમીટર દૂર કેવડીયા ખાતે દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેટ મેળવનાર દેશનું પ્રથમ સ્ટેશન બનશે.
  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શિક્ષણ, જળ સહિતના સાત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં બંને દેશો વચ્ચે 12 પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા જી પૈકી ત્રણ પ્રોજેક્ટોનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.
  • જમ્મુ કાશ્મીર લીબરેશન ફ્રન્ટ (JKLF) જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાના ભારત સરકારના નિર્ણયના વિરોધમાં કૂચની જાહેરાત કરી હતી પરંતુ સેનાએ તેને અટકાવી હતી.
  • કેન્દ્રીય સરંક્ષણ મંત્રી રાજનાથસિંહ દશેરાને દિવસે ફ્રાન્સના રાફેલ વિમાનની શસ્ત્ર પૂજા કરશે. રાજનાથસિંહ આઠ ઓક્ટોબરે ફ્રાન્સથી યુદ્ધ વિમાન લઈને આવનાર છે.
  • અંતરીક્ષમાં મહિલા એસ્ટ્રોનોટ્સ એક સાથે આંતર્રાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનની બહાર સ્પેસ વોક કરશે.
  • દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ઓપનર ખેલાડી રોહિત શર્માએ બંને ઇનિગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.
  • દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 203 રનથી જીતી લીધી છે. ભારતે જીતવા માટે આપેલા 395 લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકા બીજા દાવમાં 191 રન કરી આઉટ થયું હતું. મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી.
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટી20 મેચની સીરીઝમાં દક્ષિણ આફ્રિકાને ૩-1 થી હરાવી સીરીઝ જીતી લીધી છે.
  • રાજ્યમાં માર્ચ 2020માં લેવાનાર બોર્ડની પરીક્ષામાં શિક્ષક પોતાનું સંતાન બોર્ડની પરીક્ષા આપે છે તેમ કહી પ્રશ્નપત્ર ચેન્કીંગમાંથી મુક્ત રહી ક્ષકશે નહિ. બોર્ડના ફોર્મ ભરતા પહેલા શાળાઓનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ છે.