7 Nov 2019 Thursday

વિક્રમ સવંત ૨૦૭૬ કારતકસુદ દસમ  

તા. ૭/૧૧/૨૦૧૯ ગુરૂવાર

 • મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે શિવસેના અને ભાજપા વચ્ચે પડેલી મડાગાંઠટૂંકસમયમાં જ ઉકેલ આવી શકે તેમ મનાય છે. અને શનિવાર સુધીમાં નવી સરકાર બનશે  તેવી શક્યતાઓ છે.
 • રીયલ એસ્ટેટ સેકટરમાં નાણામંત્રી નિર્મલા સિતારામનની 25,000 કરોડની જાહેરાત, દેશભરમાં અટવાયેલા પ્રોજેક્ટો કાર્યરત કરવામાં આવશે.
 • થાઈલેન્ડના હિંસાગ્રસ્ત દક્ષિણપ્રદેશમાં સંદિગ્ધ મુસ્લિમ વિદ્રોહીઓએ કરેલા હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે.
 • ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા આઠ નવેમ્બરે આંધ્રપ્રદેશ ના વિશાખાપટ્ટનમ કિનારેથી 4 ન્યૂકિલયર મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવશે. આ ટેસ્ટ પાણીની અન્ડર બનેલા પ્લેટફોર્મથી કરશે. આ મિસાઈલની મારકક્ષમતા 3500 કિમી ધરાવે છે.
 • અંબાલા સેન્ટ્રલ જેલમાં દેશદ્રોહ ના વિવિધ મામલાઓમાં રામરહીમણી કથિત દીકરી હનીપ્રિત ઉર્ફે પ્રિયંક તનોજા જામીન પર મુક્ત થઇ છે. તે બે વર્ષ અને ત્રણ નહિના બાદ જેલમુક્ત થઇ છે.
 • આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકોટ ખાતે વરસાદની શક્યતા વચ્ચે બીજી ટી20 મેચ રમાશે. ટ્રામ મેચોની સિરીઝણી પ્રથમ મેચ બાંગ્લાદેશે જીત મેળવી હતી.
 • સાંસ્કૃતિક મંત્રાલયે નેહરૂ મેમોરીયલ મ્યૂઝીયમ કોંગ્રેસ મુક્ત, ભાજપની એન્ટ્રી. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, કરણસિંહ અને જયરામ રમેશની હકાલપટ્ટી, ભાજપના નેતા અનિર્બન ગાંગુલી, ગીતકાર પ્રશૂન જોશી અને પત્રકાર રજત શર્માને સ્થાન મળ્યું છે.
 • ગુજરાત હાઈકોર્ટના આદેશથી તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું સસ્પેશન્સ વિધાનસભાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ હાલ પુરતું રદ કર્યું છે.
 • અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે વૌઠાનો મેળો કારતકસુદ 11 થી કારતકસુદ પૂનમ એટલે કે આઠ નવેમ્બર થી બાર નવેમ્બર સુધી યોજાશે.
 • ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય વીઆઈપી માટે 191 કરોડના ખર્ચે નવું વિમાન બોમ્બાડીયર  ચેલેન્જર 650ણી ખરીદી કરી. આ મહિનાના ત્રીજા સપ્તાહમાં ડીલીવર કરવામાં આવશે.
 • વડનગર ખાતે યોજાયેલ તાનારીરી મહોત્સવમાં પ્રથમ દિવસમાં ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. 125 વાંસળી વાદકોએ વૈષ્ણવ જન અને રાષ્ટ્રગીત પાંચ મીનીટમાં અને એક મીનીટમાં શીતલ બારોટે ભરતનાટ્યમ શૈલીના નવ રસ રજુ કરી રેકોર્ડ નોધાયો હતો.