વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણસુદ એકમ      

તા. ૭.૩.૨૦૧૯ ગુરૂવાર

 • કેન્દ્ર સરકારની સુપ્રીમકોર્ટમાં કબૂલાત, રફાલ વિમાન સોદા અંગેના સંવેદનશીલ દસ્તાવેજો સરંક્ષણ મંત્રાલયમાંથી ચોરાઈ ગયા છે. રફાલ સોદા મામલે સુપ્રીમકોર્ટમાં ફેર સુનાવણી શરૂ : આગામી વધુ સુનાવણી 14મી માર્ચે થશે.
 • અયોધ્યા જમીન વિવાદ કેસમાં મધ્યસ્થી મામલે ચુકાદો અનામત, મધ્યસ્થીથી ઉકેલ અંગે સુપ્રીમનો ઈશારો.  નિર્મોહી અખાડા સિવાય તમામ હિંદુ અરજદારોનો વિરોધ, મુસ્લિમોએ કોર્ટેની વાત મંજુર રાખી છે.
 • પુલાવામા હુમલા પછી ભારતને એરસ્ટ્રાઈકથી જૈશે-એ- મોહમ્મદના ઠેકાણાંને કોઈ જ નુકસાન થયું નથી.- ન્યૂઝ એજન્સી રોઈટર્સ સેટેલાઈટ ઈમેજનો હવાલો આપી દાવો કર્યો છે.  
 • પાકિસ્તાન તરફથી એલઓસી પર સતત કરવામાં આવી રહેલા ફાયરીંગમાં ભારતીય નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ અંગે  ભારતીય સેનાએ પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું છે કે પાકિસ્તાન અંકુશરેખાએ ફાયરીંગ કરવાનું બંધ કરે નહિ તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.
 • અમેરિકાએ પાકિસ્તાનને વધુ એક આંચકો આપ્યો, પાકિસ્તાનના નાગરીકો માટે વિઝા અવધિ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ મહિના કરવામાં આવી છે.
 • ઉત્તરપ્રદેશના સંતકબીરનગરમાં કલેકટર સાથેની મીટીંગમાં ભાજપ સાંસદ શરદ ત્રિપાઠીએ પોતાની જ પાર્ટીના ધારાસભ્ય રાકેશસિંહ બધેલને જૂતાં મારીને ઢીબી નાખ્યા.
 • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આજથી શરૂ, 18.50 લાખ વિધાર્થીઓ પરીક્ષા માટે રાજ્યના 63 હજારથી વધુ પરીક્ષાખંડો CCTV કેન્દ્રોથી સજ્જ કરવામાં આવ્યા છે.
 • પાટીદાર આંદોલન નેતા હાર્દિક પટેલ આગામી 12મી માર્ચે યોજાનાર જનસંકલ્પ રેલી દરમ્યાન કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ બની, હાર્દિકને કોંગ્રેસ આગામી લોકસભા જામનગર કે મહેસાણાથી ચૂંટણી જંગમાં ઉતારે તેવી શક્યતાઓ છે.
 • ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના કુલપતિ તરીકે ડો. અમી ઉપાધ્યાયની નિયુક્તિ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણના કુલપતિ પ્રો. ડો. બી.એ.પ્રજાપતિને ભ્રષ્ટાચાર બદલ તેમના હોદ્દા પરથી દૂર કરવાનો  સરકારે નિર્ણય કર્યો છે.
 • લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા એસટી કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. પ્રાથમિક શિક્ષકોની નોકરી સળંગ ગણવાનો પણ સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે.
 • 28મા સુલતાન અજલાનશાહ  કપ માટે 18 સભ્યોની ભારતીય હોકી ટીમના કપ્તાન તરીકે મનપ્રીતસિંહ અને વાઈસ કેપ્ટન તરીકે ડીફેન્ડર સુરેન્દ્રકુમારની પસંદગી કરવામાં આવી છે.
 • આજે ગુવાહાટી ખાતે ભારત અને ઇંગ્લેન્ડ ની મહિલા ક્રિકેટ ટીમ બીજી ટી20 મેચ રમશે. ત્રણ મેચોની સીરીઝમાં ભારત આ મેચ હારશે તો સિરીઝ ગુમાવશે.
Categories: Daily News