વિક્રમ સંવત ૨૦૭૫ ચૈત્રસુદ બીજ                    

તા.૭.૪.૨૦૧૯ રવિવાર

 • જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના સોપોરમાં રજા લઈને આવેલા જવાન પર આતંકીઓએ પોઈન્ટ બ્લેન્કથી ફાયરીંગ કર્યું, જવાન શહીદ, બે ત્રાસવાદી ઠાર.
 • ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકોપ્ટર કૌભાંડના કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની અરજી પર દિલ્લીની એક કોર્ટે ઇડીને નોટીસ મોકલી છે.
 • ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિને ભાજપ સાંસદ શત્રુધ્નસિંહા ભાજપા છોડી, કોંગ્રેસમાં સામેલ થયા છે. બિહારમાં પટણા સીટ ઉપર ભાજપના નેતા રવિશંકર પ્રસાદ સામે ચૂંટણી લડશે.
 • દેશનું ચૂંટણીપંચ ભાજપના ઇશારે કામ કરે છે.- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી
 • ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો આવતીકાલે જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે.  
 • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-2020 થી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહના વિષય માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંજાબ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો નો 22 રનથી વિજય થયો છે. હરભજન અને કુગેલીનની બે બે વિકેટ ઝડપી હતી.
 • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાંમુંબઈ ઇન્ડિયન્સ ખેલાડી અલ્ઝારી જોસેફની ઘાતક બોલિંગ સાને સનરાઈઝ હૈદરાબાદ સામે 40 રનથી મુંબઈનો વિજય થયો હતો. અલ્ઝારી જોસેફને 12 રન આપી છ વિકેટ ઝડપી હતી.
 • ઓલ ઇન્ડીયા ફૂટબોલ ફેડરેશનના વડા પ્રફુલ્લ પટેલ ફીફાના પ્રથમ ભારતીય સભ્ય બન્યા છે.
 • ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી ઓછામાં ઓછી 13 બેઠકો જીતવા કોંગ્રેસની વ્યૂહરચના કરી છે. જીતી શકાય તેવી બેઠકો માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સભા તથા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
 • ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની ગાંધીનગર બેથાક માટે ઝંઝાવાતી પ્રચાર કર્યો, રાણીપ,ચાંદલોડિયા, નિર્ણયનગર, રામનગર વિસ્તાર ગ્રાન્ડ રોડ શો કર્યો હતો.
 • વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ચૂંટણી સભામાં મતદારોને ઉઘાડી ધમકી- ‘ જો કમળને મત નહિ આપો તી, ઠેકાણે પાડી દઈશ’. આચારસંહિતાના ભંગ બદલ કોંગેસે ચૂંટણી પંચ સામે ફરિયાદ કરી
Categories: Daily News