વિક્રમ સંવત ૨૦૭૫ મહાસુદ ત્રીજ

તા. ૭/૨/૨૦૧૯ ગુરૂવાર

 • કોંગ્રેસના મહાસચિવ પદે  પ્રિયંકા વાડ્રાએ પાર્ટી કાર્યાલય જઈને કાર્યભાર સંભાળ્યો હતો.
 • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની વિદેશ સંપતિના મની લૉન્ડરીંગ કેસમાં ઈડીની પૂછપરછ શરૂ, વાડ્રાને છ કલાકમાં 42 પ્રશ્નો પૂછવામાં આવ્યા આજે ફરી બોલાવવામાં આવ્યા છે.
 • સુપ્રીમકોર્ટે કહ્યું છે કે આવકવેરા રિટર્ન ભરવા માટે પાનને આધાર કાર્ડ સાથે લીંક કરવું ફરજીયાત છે, બેંક ખાતાં અને મોબાઈલ કનેક્શન માટે જરૂરી નથી.
 • ભારતીય સ્પેસ રીસર્ચ સંસ્થા (ઈસરો) એ 40માં કોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-31 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
 • દારૂની મહેફિલ માણતાં પકડાયેલ વિસ્મય શાહને સોશિયલ સર્વિસ કરવાની શરતે હાઈકોર્ટે જામીન આપ્યા છે.
 • ગુજરાતની ભાજપા સરકારે જસદણની પેટા ચૂંટણીમાં વીજ બીલ માફી યોજનાની જાહેર કરી પણ ઠરાવ ન કરાતાં ગ્રાહકો પરેશાન- વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી
 • રાજ્યના વેપારીઓ હવેથી રાજ્યમાં રીટેલ બજાર 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકશે.- નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
 • રાજ્યમાં 15 ફેબ્રુઆરીથી ફરી જળસંચય અભિયાનનો આરંભ થશે. આ વખતે સરકાર 60% રકમ આપશે જ્યારે 40% લોકફાળો લેવામાં આવશે.  
 • કેરળના સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષ સુધીની મહિલાઓના પ્રવેશ મંજૂરી આપતા ચુકાદા વિરુધ્ધ આવેલી 64 અરજી પર સુપ્રિમકોર્ટની છ જજની ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો છે ત્યારે દેવસ્વમ બોર્ડનો સુપ્રિમકોર્ટમાં યુ-ટર્ન સબરીમાલામાં મહિલાઓને જવા દઇશું, ભેદભાવ દૂર કરવાનો સમય આવ્યો છે.
 • ગુજરાત કેડરના 1988 બેન્ચના  આઇપીએસ પ્રવીણ સિંહા સીબીઆઇના એડિશનલ ડાયરેકટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
 • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની આજે પ્રથમ ટી20 મેચ ન્યૂઝીલેન્ડનો 80 રનથી વિજય થયો છે.
 • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહિલા ક્રિકેટ ત્રણ મેચની શ્રેણીની આજે પ્રથમ ટી20 મેચ ન્યૂઝીલેન્ડનો 23 રનથી વિજય થયો છે. સ્મૃતિ મંધાતાની રેકોર્ડ અર્ધી સદી પણ ભારતને વિજય અપાવી શકી નહીં.  
Categories: Daily News