વિક્રમ સંવત ૨૦૭૫ કારતકવદ અમાસ

તા. ૭/૧૨/૨૦૧૮ શુક્રવાર

 • CBI ડાયરેકટર આલોક વર્માની ફરજીયાત રજા પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે દાખલ થયેલી અરજી પરનો ચુકાદો સુપ્રીમકોર્ટે અમાનત રાખ્યો છે. આલોક વર્માની સત્તાઓ રાતોરાત કેમ ખેંચાઈ ?- સુપ્રીમકોર્ટ
 • પશ્ચિમ બંગાળમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહની સાતમી ડિસેમ્બરથી શરૂ થતી રથયાત્રા પર કોલકાતા હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. હવે પછી આઠમી જાન્યુઆરીએ ચુકાદો આપે તેવી શક્યતાઓ છે.
 • ઉત્તરપ્રદેશના બહેરાઈચના ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપ સમાજના ભાગલા પાડી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
 • કાશ્મીરી આંતકવાદી જાકીર મુસા શીખ વેશમાં પંજાબમાં છુપાયો હોવાની બાતમી મળતાં પંજાબમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 • રાજસ્થાનની વિધાનસભાની 199 બેઠકો અને તેલંગણા ની 119 બેઠકો માટે આજે મતદાન યોજાશે, 11 ડિસેમ્બરે પાંચેય રાજ્યોની મતગણતરી થશે.
 • ભારત અને ઓસ્ટેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ભારતે નવ વિકેટ ગુમાવી 250 રન કર્યા હતા. ભારતીય ખેલાડી ચેતેશ્વર પુજારાની શાનદાર સદીથી ભારતનો રકાસ અટક્યો હતો.
 • પાકિસ્તાનના લેગ સ્પિનર યાસીર શાહે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. તેને સૌથી ઓછી ટેસ્ટમાં 200 વિકેટ ઝડપી છે. પાકિસ્તાની શાહે 32 ટેસ્ટમાં સિદ્ધિ નોંધાવી 82 વર્ષ જૂનો કલેરી ગ્રીમેટનો રેકોર્ડ તોડ્યો છે.
 • સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પણ ઓનલાઈન હાજરી ભરવાની સિસ્ટમ દાખલ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે.
 • અમદાવાદમાં દસમી જાન્યુઆરી થી 27 જાન્યુઆરી સુધી દુબઈ જેવો શોપિંગ ફેસ્ટીવલ યોજાશે જેમાં 60 હજારથી વધુ વેપારીઓ જોડાશે. શોપિંગ કરનારને રૂ. 10 કરોડના ઇનામો સુધીના ઇનામો મળશે.
 • LDR પેપર લીક કૌભાંડ ; મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકી, ઇન્દ્રવદન અને રાજેન્દ્રસિંહ વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે. આગામી આ પરીક્ષા ફરીથી છ જાન્યુઆરીના રોજ યોજાશે જેમાં પરીક્ષાર્થીને આવવા જવા માટે વિના મુલ્યે એસ ટી મુસાફરીનો લાભ આપવામાં આવશે.
 • પાસના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને અમરોલી કેસમાં જામીન મળતાં જેલ મુક્તિનો માર્ગ મોકળો થયો છે. આજે હાર્દિક પટેલ સુરત જશે.
Categories: Daily News