7 Sep 2019 Saturday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ નોમ

તા. ૭/૯/૨૦૧૯ શનિવાર

  • ચંદ્રયાન-2 પોતાના અંતિમ ચરણમાં, સ્વદેશી ચંદ્રયાન ત્રિરંગો લઇ ચંદ્ર પર ઉતારવા તૈયાર. સમગ્ર વિશ્વની નજર ભારત પર છે.
  • ઝીમ્બાબ્વેમાં 1980 થી 2017 દરમિયાન રાષ્ટ્રપ્રમુખ પદે રહેલા રોબર્ટ મુગાબેમનું 95 વર્ષની વયે અવસાન થયું છે.
  • પાકિસ્તાનના  લિજેન્ડરી  સ્પિનર અબ્દુલ કાદીરનું હદયરોગના હુમલાથી ૬૩ વર્ષની વયે અવસાન થયું છે.
  • શ્રીલંકાનો ઝપી બોલર લસિથ મલિંગા ત્રણેય ફોરમેટમાં ( ટેસ્ટ, વનડે અને ટી20)માં 100થી વધુ વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. લસિથ મલિંગા બે વખત ચાર બોલમાં ચાર વિકેટ વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે.
  • ભારતીય ફિલ્મ સંગીતના સાત દાયકાઓથી વધુ સમય પસાર કરનાર લતા મંગેશકરને કેન્દ્ર સરકાર ‘ ડોટર ઓફ નેશન’નો એવોર્ડ આપી સન્માનિત કરશે.
  • મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સક્રિય પ્રમુખ તરીકે કોંગ્રેસે એક્નાથ ગાયકવાડની નિયુક્તિ કરી છે. તેઓ મિલિન્દ દેવરાનું સ્થાન લે છે.
  • રાજ્ય સરકારે મોહરમની જાહેર રજા 10 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર જાહેર કરી છે.