6 Sep 2019 Friday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ આઠમ

તા. ૬/૯/૨૦૧૯ શુક્રવાર

  • આઇએનએક્સ મીડિયા કેસમાં દિલ્લીની સીબીઆઈ કોર્ટે દેશના પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરને 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલ્યા.
  • કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા આઈઆઈટી- ખડગપુર તથા દિલ્લી યુનિવર્સીટી સહીત પાંચને ‘ ઉત્કૃષ્ઠ ઇન્સ્ટીટયુટ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ દરજ્જો ધરાવતી સંસ્થાને રૂ. ૧૦૦૦ કરોડની ગ્રાન્ટ મળશે.
  • રશિયામાં યોજાયેલ ઇસ્ટર્ન ઇકોનોમિકસ ફોરમના દેશોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધનમાં ભારત રશિયાને રૂ. 72 અબજણી લોન આપવાની વાત કરી છે.
  • મલેશિયાના વડાપ્રધાન મહાતિર બિન મુહમ્મદ સામે માની લોન્ડરિંગ અને આતંકી ગતિવિધિઓને પોત્સાહન આપવાના આરોપી ઝાકીરને ભારતને સોંપવા અંગે મુદ્દો  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો હતો.
  •  સમગ્ર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, વાપીમાં ૧૧ ઇંચ, તાલાલામાં ૯ ઇંચ તથા અમદાવાદમાં  બે ઇંચ વરસાદ ખાબક્યો, આગામી ૧૨મી સુધી  અમદાવાદ સહીત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • રાજ્ય સરકારે વધુ છ અધિકારીઓની બદલી કરી છે. વડોદરા મ્યુનિ. કમિશનર તરીકે નલીન ઉપાધ્યાય તથા શહેર વિકાસ વિભાગમાં યોગેશ નીરગુડે મુકવામાં આવ્યા છે.
  • અમદાવાદના અમરાઈવાડીની બંગલાવાળી ચાલીમાં 80 વર્ષ જૂનું ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ચાર લોકોના મોત, નવ લોકો સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
  • કેન્દ્ર સરકારે પહેલી સપ્ટેમ્બરથી મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને અમલી બનાવાયેલ ટ્રાફિક નિયમોના ભંગ બદલ જંગી દંડના અમલ અંગે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. આ બેઠકમાં નવા ટ્રાફિક દંડના અમલીકરણ મામલે આજે નિર્ણય થાય તેવી શક્યતાઓ છે.
  • બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં અફઘાનિસ્તાન ટીમનો ખેલાડી રહમત શાહે 102 રન કરી અફઘાનિસ્તાન ટીમ વતી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે.