6 Nov 2019 Wednesday

વિક્રમ સવંત ૨૦૭૬ કારતકસુદ નોમ  

તા. ૬/૧૧/૨૦૧૯ બુધવાર

  • યુનાઈટેડ નેશન્સના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ક્લાઈમેન્ટ ચેન્જ અહેવાલ જાહેર કર્યો. ક્લાઈમેન્ટ ચેન્જના કારણે સમુદ્ર જળસ્તર ઝડપથી વધી રહ્યું છે તેનો સૌથી વધુ ખતરો ભારત સહીત ચીન. જાપાન અને બાંગ્લાદેશ છે.
  • ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ (CUJCTOC- ગુજસીટોક) ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ વિધેયકને રાષ્ટ્રપતિએ મંજુરી આપી. 2004માં ગુજકોક વિધેયક સુધારા સાથે 2015માં પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ બે રાષ્ટ્રપતિઓએ વિધેયકને મંજુરી આપી નહોતી પરંતુ તેમાં સુધારા કરી ફરીથી વિધેયક રજુ કરતાં રાષ્ટ્રપતિએ મંજુરી આપી.
  • કોલકાતામાં ઇન્ડીયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાંચા સાધનો દ્વારા સ્પેકસ્ટ્રોરકોપ બનાવવાનું નિદર્શન 1950 બાળકોની હાજરીમાં ઉદ્દઘાટન કર્યું હતું જે ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
  • દિલ્લીમાં તીસ હઝારી કોર્ટમાં વકીલો દ્વારા પોલીસકર્મીઓ પર હુમલાની ઘટનાના વિરોધમાં પોલીસનો 11 કાલકા સુધી અભૂતપૂર્વ રોષ અને પ્રદર્શન કર્યું. વરિષ્ઠ અધિકારીઓની વારંવાર અપીલ છતાં તેમની અપીલો પણ ફગાવી. અંતે મોદી રાત્રે પોલીસ કામકાજ પર પરત ફર્યા.
  • કચ્છ ભાજપના કદાવર નેતા જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં 10 મહિના પછી ભાગેડૂ આરોપી સૂત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત પરદેશી ઉર્ફે ‘ ભાઉ’ની ઉત્તરપ્રદેશના પ્રયાગ્રજના એક આશ્રમમાંથી ધરપકડ કરી.
  • અયોધ્યામાં રામજન્મમંદિરને લઈને સુપ્રીમકોર્ટના ચુકાદાને લઈને તંત્ર સચેત, ભાજપ, રાષ્ટ્રીય સ્વયં સેવક અને તેની ભગીની સંસ્થાઓનો બેઠકનો દોર શરૂ થયા છે.
  • મહારાષ્ટ્રમાં સરકાર રચના અંગે મડાગાંઠ યથાવત, શિવસેના ભાજપા સાથે છેડો ફાડે ત્યારપછી એનસીપી શિવસેનાને ટેકો આપવા માટે વિચારી શકે છે.
  • ભારતીય ખેલાડી દીપકકુમાર શૂટિંગમાં 10મો ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો. દીપકે એશિયન ચેમ્પીયનશીપમાં 10 મીટર એર રાઈફલ ઇવેન્ટમાં બ્રોન્ઝમેડલ જીત્યો.
  • આજથી વડનગર ખાતે બે દિવસીય તાનારીરી મહોત્સવ  મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરક ઉપસ્થિતિમાં શરૂ થશે. આવતીકાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહેશે. કવિ નરસિંહ મહેતાની દોહિત્રી પુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે મહોત્સવ વડનગર ખાતે ઉજવાય છે.
  • અરબી સમુદ્રમાં સર્જાયેલ ‘ મહા’ વાવ્ઝોડાની તીવ્રતામાં ઘટાડો, સાતમી નવેમ્બરે વાવઝોડું 80 થી 90 કિમી પ્રતિકલાકથી દીવ-પોરબંદર દરિયા વચ્ચે  ટકરાશે. ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.