વિક્રમ સંવત ૨૦૭૫ મહા વદ અમાસ     

તા. ૬.૩.૨૦૧૯ બુધવાર

  • પુલવામાં હુમાલાથી વધેલા દબાણ વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાને પગલાં ભરવાની શરૂઆત કરી, જમાત-ઉદ-દાવા અને એફઆઈએફ પ્રતિબંધિત સંગઠનના 44 આંતકવાદીઓની ધરપકડ કરી છે. માંસૂદનો ભાઈ જેલમાં હાફીઝ પર પ્રતિબંધ મૂક્યો છે.
  • ભારતીય વાયુસેનાના નૌ સેનાના વડા એડમિરલ સુનીલ લાંબાએ દરિયા થકી હુમલો કરવા માટે આતંકીઓને તાલીમ અપાતી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
  • અમેરિકામાં 5.6 અબજ ડોલરની ભારતીય પેદાશો માટે વેપારમાં આપાતી ખાસ રાહતો રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે.
  • આતંકવાદ –યુધ્ધના માહોલ વચ્ચે અંકુશ રેખાથી ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર શરૂ, કરતારપુર કોરીડોર મામલે 14મીએ પાકિસ્તાન ટીમ ભારત આવશે.
  • દિલ્લીમાં લોકસભાની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડવાનું એલાન, કોંગ્રેસે આપ સાથે ગઠબંધન નકારી દીધું છે.
  • પુલાવામાં હુમલા બાદ ભારતીય વાયુસેનાના હુમલામાં પુરાવા માગનારી પાર્ટીઓમાં ભાજપનો સાથી પક્ષ પણ સામેલ, હુમલામાં પાક.ને થયેલું નુકસાન જાણવાનો દેશને હક છે.- શિવસેના
  • નાગપુર ખાતે રમાયેલ ભારત અને ઓસ્ટેલિયા મેચમાં ભારતે ઓસ્ટેલિયાને આઠ રનથી પરાજય આપી સિરીઝ 2-0થી સરસાઈ મેળવી છે.ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ શાનદાર સદી નોંધાવી હતી.
  •  ખનીજ ચોરી કેસમાં બે વર્ષ અને 9 માસની સજા થયેલ તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • ભાજ્પ્ર કિન્નાખોરી રાખી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.- વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનો આક્ષેપ.
  • 12 માર્ચ દાંડી કૂચ દિવસે અમદાવાદ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની અડાલજ ખાતે બેઠક મળશે.આ અગાઉ 28 ફેબ્રુઆરી યોજાનાર હતી તે સરહદ પર યુદ્ધ જેવી પરિસ્થિતિ થતા મુલતવી રહી હતી.
Categories: Daily News