વિક્રમ સંવત ૨૦૭૫ મહા સુદ બીજ

તા. ૬/૨/૨૦૧૯ બુધવાર

  • કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચેના ગજગ્રાહમાં સુપ્રિમકોર્ટ તટસ્થ માર્ગ શોધી કાઢ્યો, દિલ્લી કૂચના આહવાન સાથે મમતા બેનરજીના કેન્દ્ર સામેના ધરણાંનો અંત.
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની આજે પ્રથમ ટી20 મેચ વેલીગ્ટન ખાતે રમાશે. આ અગાઉ ભારત વનડે શ્રેણી સિરીઝ જીતી છે.
  • કાશ્મીર, હિમાચલપ્રદેશ અને દિલ્લી – એનસીઆરમાં 5.6 તીવ્રતાથી ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર – પશ્ચિમ કાશ્મીરથી 118 કિમી દૂર નોંધાયું છે.
  • રાનેગણસિદ્ધિમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે છ કલાક ચર્ચા પછી આખરે સમાજસેવક અન્ના હજારે સાતમા દિવસે ઉપવાસ આંદોલન પાછું ખેંચ્યું છે.
  • આગામી હોકી વર્લ્ડકપની યજમાની માટે ભારતે ફરી દરખાસ્ત કરી છે. ભારતે ગયા વર્ષે જ ઓડીશામાં પુરુષ વર્લ્ડકપની યજમાની કરી હતી.
  • આસામમાં રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર (એનઆરસી)નું કામ બે સપ્તાહ રોકવાની કેન્દ્ર સરકારની માંગ સુપ્રીમકોર્ટે ફગાવી દીધી છે.એનઆરસી પ્રક્રિયાને ગૃહ મંત્રાલય બરબાદ કરવા માંગે છે.- સુપ્રીમકોર્ટ
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 14મી ફેબ્રુઆરીએ નવસારીથી ગુજરાત લોકસભાની ચૂંટણી પ્રચારનો આરંભ કરશે.
  • રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં સતત ગેરહાજર રહેતા એટલે કે ત્રણ દિવસથી ૩૦ દિવસ સુધી ગેરહાજર રહેનાર  વિધાર્થીનું નામ કમી કરવામાં આવશે તેવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
  • ખ્યાતનામ ટેલીવિઝન સીરીયલ ‘ ભાભીજી ઘર પર…ની અંગુરી ભાભીના રોલથી જાણીતી અભિનેત્રી  શિલ્પા શિંદે કોંગ્રેસમાં જોડાઈ છે.  
Categories: Daily News