વિક્રમ સંવત ૨૦૭૫ કારતકવદ ચૌદશ

તા. ૬/૧૨/૨૦૧૮ ગુરૂવાર

 • ભારતીય બેન્કોના 9,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી જનાર પ્રત્યારોપણ ચુકાદો આવે તે પહેલા વિજય માલ્યાનો નવો દાવ, બધા નાણા પરત કરવા તૈયાર છું પણ વ્યાજ નહિ આપું.
 • ભારતીય ઓલમ્પિક સંઘ ( IOA)એ 2032 ઓલમ્પિક યજમાન કરવાનો દાવા અંગે IOA એ IOCને પત્ર લખ્યો. આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બાકે ભારતની આ પહેલનું સ્વાગત કર્યું છે.
 • સંસદનું શિયાળુ સત્ર આગામી 11 ડીસેમ્બર થી 8 જાન્યુઆરી દરમ્યાન ચાલશે. 2019 ચૂંટણી પહેલા પૂર્ણ સમયકાલીન અંતિમ સત્ર હશે. લોકસભા અધ્યક્ષે 10 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
 • ઈસરો દ્વારા નિર્મિત સૌથી વજનદાર સેટેલાઈટ જીસેટ-11 ફ્રેંચ ગુયાનાથી એરિયાનસ્પેસના એરિયાને-૫ રોકેટ સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ સેટેલાઈટ 5854 કિલો વજન ધરાવે છે.
 • કોલ્સબ્લોક ફાળવણી (કૌલસા કૌલસા) કૌભાંડમાં દિલ્લીની એક અદાલતે ભૂતપૂર્વ કોલસા સચિવ એચ.સી.ગુપ્તા સહીત ત્રણ અધિકારીઓને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.50 -50 દંડ પણ ફટકાર્યો છે.
 • મેડીકલના ઇતિહાસમાં સર્વપ્રથમ બ્રાઝીલમાં એક મૃત મહિલાના ગર્ભાશય દ્વારા બાળકીનો જન્મ થયો. માતાના શરીરમાં મૃત ડોનરનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
 • રાજસ્થાન અને તેલંગણા વિધાનસભા ચૂંટણીના પ્રચારનો અંત આવ્યો, આવતીકાલે 7 ડિસેમ્બરે મતદાન યોજાશે.
 • હોકી વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં જર્મનીએ નેધરલેંડને 4-1 થી હરાવી ટુર્નામેન્ટમાં બીજો વિજય નોંધાવ્યો છે.
 • આજથી એડીલેડ ખાતે ભારત અને ઓસ્ટેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાશે. વિરાટ કોહલીએ ટીમમાં રોહિતશર્મા અને હનુમા બિહારીનો સમાવેશ કર્યો છે.
 • મેડીકલ અને પેરા મેડીકલમાં પ્રવેશ માટે ડોમિસાઈલ સર્ટીફીકેટને ફરજીયાત બનાવતાં નિર્ણયને જસ્ટીસ જે.એમ. પારડીવાલાએ એક મહત્વનો આદેશ કરતાં કહ્યું છે કે માતા પિતા 10 વર્ષથી ગુજરાતમાં રહેતા હોય તેને ડોમિસાઈલ આપવામાં આવે.
 • સાહિત્ય અકાદમી દ્વારા દેશની 24 ભાષાઓના સર્જકને પ્રતિ વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ-2018માં ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી એવોર્ડ શરીફા વીજળીવાળાની કૃતિ ‘ વિભાજનની વ્યથા’ને એનાયત કરવામાં આવશે.
 • પ્રમુખ સ્વામી મહારાજના હદયની સર્જરી સારવાર કરનાર ડો. તેજસ પટેલે ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં બેસીને 32 કિ.મી દૂર આવેલી એપેક્ષ હાર્ટ ઇન્સ્ટીટયુટ માં દર્દીનું રોબોટિક ટેકનીકથી સફળ હાર્ટ સર્જરી કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે.
 • ગુજરાત માધ્યમિક અમે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2019માં લેવાનાર ધો-10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 7 માર્ચથી શરૂ થતી પરીક્ષા ૨૩ માર્ચના રોજ પૂરી થશે.
 • રાજ્યમાં ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ પરીક્ષા ગુજકેટ આગામી ૩૦ માર્ચના રોજ જીલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.
 • વિપક્ષી નેતાના બંગલે પરેશ ધાનાણી અને હાર્દિક પટેલની ટીમ વચ્ચે પાટીદાર અનામત અંગે બેઠક મળી, 9 માર્ચ ૨૦૧૬ના રોજ ખાનગી બીલની ચર્ચા માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની માગણી વિરોધપક્ષના નેતાએ કરી છે.
Categories: Daily News