5 Sep 2019 Thursday

વિક્રમ સવંત ૨૦૭૫ ભાદરવા સુદ સાતમ

તા. ૫/૯/૨૦૧૯ ગુરૂવાર

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના રશિયાના પ્રવાસે, રશિયા ભારતમાં રાયફલ-મિસાઈલ સીતામ બનાવશે. ભારત અને રશિયા બંને દેશો વચ્ચે ગગનયાન સહીત 15 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
 • રશિયા વડાપ્રધાન નરેન્દ્રમોદીને પોતાના દેશનું સર્વોચ્ય નાગરિક સન્માન ‘  ઓર્ડર ઓફ સેન્ટ એન્ડુ દ’ આપી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
 • અમેરિકાએ ઈઆઁણી સ્પેસ એજન્સી પર બેલીસ્ટીક મિસાઈલ વિકાસવવવા આરોપ મૂકીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
 • મુંબઈ શહેરમાં ભારે વરસાદે ફરી જનજીવન અસ્તવ્યસ્ત કર્યું, હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 • પાકિસ્તાન કરતારપુર કોરીડોર ગુરૂદાસ સાહેબના દર્શન માટે શ્રદ્ધાળુઓને વિઝા વગર અને ધર્મને આધાર પર કોઈપણ ભેદભાવ રાખ્યા વિના યાત્રાને લઈને બંને દેશો વચ્ચે સમજુતી થઇ છે.
 • પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મજાક ન ઉડાવો, તેમની વાતો પર ધ્યાન આપો’- ભાજપના સાથી પક્ષ શિવસેનાની ભાજપને ટકોર કરી.
 • પંજાબના ગુરૂદાસપુરના બતાલામાં એક ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થતાં ૨૩થી વધુ લોકોના મોત, 30થી વધુ લોકો બ્લાસ્ટમાં ઘાયલ થયા છે.
 • હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે સીનીયર નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કુમારી શૈલેજાકુમારી અને ચૂંટણી સમિતિના ચેરમેન તરીકે ભુપેન્દ્રસિંહ હુડાની નિયુક્તિ કરી છે.
 • આંતકવાદ પર સંક્જો કરવા માટે બનાવવામાં આવેલ અનલોફૂલ એક્ટીવીટીપ્રિવેન્શન ( UAPA) સુધારા કાયદા અન્ત્ર્ગત્ભારતે ચાર આંતકવાદીઓ મસૂદ અઝહર, હાફીસ સઈદ,દાઉદ ઈબ્રાહીમ, અને જાકી-ઉર-રહેમાનને ટેરર લીસ્ટમાં સામેલ કર્યા છે.
 • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ સુકાની મિસ્બાહ ઉલ હકની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકાર તરીકે વરણી કરી છે.
 • ભારત-2020 ફીકા વર્લ્ડકપ ક્વોલીફાયરમાં આજે ભારતનો મુકાબલો ઓમાન સાથે થશે. ભારતીય ટીમના સુકાની સુનીલ છત્રી અને ભારતના ફૂટબોલના નવા કોચ ઇગોર સ્ટીમેકની કસોટી થશે.
 • અમદાવાદ શહેરમાં રાત્રે પવન, ગાજવીજ સાથે એક કલાકમાં દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો, વાસના બેરેજના આઠ દરવાજા ખોલવાની ફરજ પડી.
 • આજે પાંચમી સપ્ટેમ્બર ‘ શિક્ષક દિન’ નિમિત્તે રાજ્ય સરકાર ૩૦૦૦ વિધાર્થીઓ પૈકી 10 વિધાર્થીઓ , અને 300 શિક્ષકો પૈકી 36 શ્રેષ્ઠ શિક્ષકને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.