5 Nov 2019 Tuesday

વિક્રમ સવંત ૨૦૭૬ કારતકસુદ નોમ   

તા. ૫/૧૧/૨૦૧૯ મંગળવાર

  • રીજીયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ (RCEP)માં ભારત સામેલ થવાનો ઇન્કાર કર્યો છે. દેશની ચિંતાઓ અને ઘરેલું ઉદ્યોગોના હિતને ઘ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનું સમાધાન નહિ કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો છે.
  • જમ્મુ કાશ્મીરના શ્રીનગર શહેરની મધ્યમાં આતંકીઓએ કરેલા ગ્રેનેટ હુમલામાં  એક વ્યક્તિનું મોત, 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુમાં ચુસ્ત સુરક્ષા કવચ વચ્ચે સચિવાલય અને અન્ય કચેરીઓ કાર્યરત થઇ.
  • દિલ્લીમાં વાયુ પ્રદૂષણનું સ્તર વિક્રમી સ્તરે પહોંચ્યું, વાહનો માટે ઓડ-ઇવન સ્કીમનો પ્રારંભ. લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે.
  • અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમકોર્ટ સાત દિવસમાં ગમે ત્યારે ચુકાદો આપશે. ઉત્તરપ્રદેશના બધા જ જીલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દરેક જીલ્લામાં સુરક્ષાદળો એલર્ટ કરવામાં આવ્યા છે. મંદિરો અને મસ્જિદોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.
  • રાજ્યમાં ‘ મહા’ વાવાઝોડાને પગલે સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસપાટણ ખાતે યોજાનાર 8 થી 12 નવેમ્બર દરમિયાન કાર્તિક પૂર્ણિમાના મેળાની તૈયારીઓ રદ કરી છે.
  • ‘ મહા’ વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા નબળું પડે તેવી વકી, દીવના તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથના પ્રવાસીઓને પરત ફરવા તાકીદ કરવામાં આવી છે.
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાનાર ધો-10 અને 12 ણી પરીક્ષામાં સમગ્ર દેશમાંથી 34.52 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા 15 ફેબ્રુઆરી પછી શરૂ થશે.
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વનડે મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 53 રનથી હરાવી ત્રણ મેચોની સિરીઝ 1-1થી બરાબરી કરી. પૂનમ રાઉતે 77 રન કરતાં મેચ ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના પેન્શનધારકોએ જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય ત્યાં 31 ડીસેમ્બર સુધીમાં હયાતીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • ટોકિયો ખાતે યોજાનાર ઓલિમ્પિકમાં આર્યલેન્ડણી મહિલા હોકી ટીમ પ્રથમવાર ઓલિમ્પિક માટે ક્વોલીફાઈ થઇ છે. હોકીમાં મહિલા ટીમને 1980માં પ્રથમવાર ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું હતું. ઓલિમ્પિકમાં હોકીની મેચો 25 જુલાઈ થી 8 ઓગસ્ટ  2020 દરમિયાન રમાશે. કુલ 12 ટીમો ભાગ લેશે.