વિક્રમ સંવત ૨૦૭૫ મહા સુદ એક્મ

તા. ૫/૨/૨૦૧૯ મંગળવાર

  • બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી વિદેશ ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણની બ્રિટેનને મંજૂરી આપી, જો કે વિજય માલ્યાને અપીલ માટે 14 દિવસનો સમય આપ્યો છે.
  • સીબીઆઇના બહાને મોદી સરકાર વિરુધ્ધ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના બીજા દિવસે પણ ધરણાં યથાવત, બંધારણ બચાવવા માટે સત્યાગ્રહ, મરી જઈશ, પણ પાછી નહીં હટું – મમતા બેનરજી
  • સીબીઆઈને સુપ્રીમકોર્ટનો સવાલ : પોલીસ કમિશનર સામે પુરાવા કયો છે. કોલકાતાના પોલીસ વડા સામેની અરજી અંગે આજે સુનાવણી હાથ ધરાશે.
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો-10 અને 12 સાયન્સ પ્રવાહમાં મલ્ટીપલ ચોઈસ કવેશ્વન્સ (MCQ)પદ્ધતિ રદ કરવામાં આવી છે, નવા શૈક્ષણિક વર્ષથી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
  • દાહોદની પુત્રવધૂ અને હાલ અમેરિકા સ્થિત ફાલ્ગુની શાહનું ‘ ફાલું’ઝ બજાર’ નામનું આલ્બમ બેસ્ટ ચિલ્ડ્રન સોંગ્સ કેટેગરી ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે.
  • જાસપુરમાં બનનાર વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાના મંદિરનુ વાદપ્રધાન નરેંદ્ર મોદીના હસ્તે ચોથી માર્ચે ભૂમિપૂજન કરશે. ભૂમિપૂજનમાં દસ લાખ લોકો હાજર રહે તેવી સંભાવનાઓ છે.
  • તામિલનાડુમાં સત્તાધારી એઆઈડીએમકે અને ભાજપા વચ્ચે લોકસભા માટે ગઠબંધનના સંકેત છે, 10મી પછી ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.
  • ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જુથવાદ ફરી ચરમસીમાએ, ગુજરાતના પાંચ ધારાસભ્યો દિલ્લી પહોંચ્યા, પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષ નેતા દિલ્લીનું તેડું આવ્યું છે. .
Categories: Daily News