વિક્રમ સંવત ૨૦૭૫ કારતક વદ તેરસ

તા. ૫/૧૨/૨૦૧૮ બુધવાર

 • ગૌહત્યાની આશંકા મામલે ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં હિંસામાં એક PI સુબોધકુમાર સહીત બેની હત્યા કરવામાં આવી. ચાર લોકોની ધરપકડ કરવામાં આવી. મુખ્ય આરોપી બજરંગદળ, વીએચપી અને ભાજપ સાથે સંકળાયેલ ફરાર.
 • નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને ફટકો, ટેક્સનું એસેસમેન્ટ ફરી આયકર વિભાગને કરવા માટે હાઈકોર્ટએ મંજુરી આપી છે.
 • દેશના એક લાખ થી વધુ સેનાના કર્મચારીઓને વેતન વધારાની મીલીટરી સર્વિસ પે (MSP) વધારવાનો કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના ઇન્કારથી સેનાના કર્મચારીઓ નારાજ થયા.
 • તામીલનાડુમાં ગત મહીને આવેલ ‘ ગાજા’ વાવાઝોડાથી રાજ્યમાં એક કરોડથી વધુ નારિયેળના વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા જેનાથી નારીયેળી ખેતી કરતાં 70,000 થી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
 • પોલીસ લોક રક્ષક પેપર લીક મામલે વધુ ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે, ભાજપના વધુ એક કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે.
 • ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચત્તરવિભાગની શાળાઓમાં લેવાયેલ શિક્ષક અભિરૂચી ટેસ્ટ (TAT) પરીક્ષાનું પરિણામ 39.29% જાહેર થયું છે જેમાં ગુજરાતી મીડીયમમાં 45.31% પરિણામ આવ્યું છે.
 • હોકી વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ઓસ્ટેલિયાએ ઇંગ્લેન્ડને ૩-0 પરાજય આપી ક્વાર્ટરફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
 • જીએસટી રીટર્નનું નવું સરળ ફોર્મ પહેલી એપ્રિલ 2019થી લાગુ પડશે.- મહેસુલ સચિવ અજય ભૂષણ
 • ઓગસ્ટા વેલ્ટલેન્ડ હેલીકોપ્ટર ડીલ કૌભાંડનો દલાલ ક્રિશ્ચિયનમિશેલ ભારત લાવવામાં આવશે.
 • આગામી 11 ફેબ્રુઆરી 2019 ના રોજ સાયબર ક્રાઈમના પડકારોનો ઉકેલ શોધવા 50થી વધુ દેશોનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર આવશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.
 • વડાપ્રધાન નરેન્દ્રમોદી સિવિલ હોસ્પિટલ અમદાવાદના બે નવા બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરવા 17 ડિસેમ્બરે અમદાવાદ આવે તેવી શક્યતા.
Categories: Daily News