4 Sep 2019 Wednesday

વિક્રમ સંવત ૨૦૭૫ ભાદરવા સુદ છઠ્ઠ  

તા. ૪/૯/૨૦૧૯ બુધવાર

 • વૈશ્વિક ટ્રેડ વોર અને અર્થતંત્ર મંદીમાં સારી પડતાં શેરબજારનો સેન્સેક્સ 770 પોઈન્ટ તૂટ્યો, ડોલર સામે રૂપિયો 97 પૈસા તૂટીને 72.39 થયો જે નવ મહિનાની નીચી સપાટીએ સરકી ગયો છે.
 • કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે.શિવકુમારણી માની લોન્ડરિંગ કેસમાં ઇડીએ ધરપકડ કરી છે.
 • કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ભારત સાથે વેપારી સબંધો પર રોક લગાવવાના માત્ર માંડ મહિનો પણ પૂરો થયો નથી ત્યાં પાકિસ્તાન તરફથી ભારતીય દવાઓના વેપાર માટે મંજુરી આપવી પડી છે.
 • વિવિધ દેશોની ચૂંટણી સંસ્થાઓના વૈશ્વિક સંગઠન એસોસીએશિયન ઓફ વર્લ્ડ ઈલેક્શન કમિટી(AWEB)ણી અધ્યક્ષતા ભારતને આગામી બે વર્ષ માટે સોપવામાં આવી છે. જેના અંતર્ગત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા AWEBના ચેરમેન બન્યા છે.
 • સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકારના જળશક્તિ, પેય જળ અને સ્વચ્છતા મંત્રાલયે દ્વારા ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકે એવોર્ડ જાહેર કર્યો છે.
 • બ્રાઝીલના રીયો ડી જાનેરો ખાતે રમાઈ રહેલ ISSF વર્લ્ડકપમાં એર પિસ્તોલ સ્પર્ધામાં મિક્સ્ડ વિભાગમાં 10 મીટર એર પિસ્તોલ કેટેગરીમાં ભારતીય સ્ટાર શૂટર માનું ભાકર અને સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે.
 • રીયો ડી જાનેરો ખાતે રમાઈ રહેલ ISSF શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે પાંચ ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ સહીત કુલ નવ મેડલ જીત્યા છે. આ ભારતનું વર્લ્ડકપમાં અત્યારસુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
 • ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર અને વનડે મહિલા ટીમની સુકાની મિતાલી રાજે ટી20 માંથી આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ જાહેર કરી. મીતાલીરાજ વનડે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.
 • દિલ્લીની આમ આદમી પાર્ટીના પાર્ટીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અલકા લાંબા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. અલકા લાંબા કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ બની છે.
 • નવી મુંબઈના ઉંરણ સ્થિત ONGCના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ આગ ફાટી નીકળતાં સાતથી વધુ લોકોના મોત, અનેક લોકો આગની ઘટનામાં દાઝી ગયા છે.
 • છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પુત્ર અમિત જોગીની છેતરપીંડી અને ફોર્જરીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
 • રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોને કાયઝાલા એપ મારફતે હાજરી આપવાનું ફરજીયાત કરવાની ગતિવિધિ સામે શિક્ષકોનો ભારે વિરોધ થતા સરકારદ્વારા આ એપ પડતી મુકવામાં આવે તેવી સંભવાના.
 • ઉત્તર ગુજરાતમાં TDSના વિરોધમાં માર્કેડયાર્ડ સજ્જડ બંધ, સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ. કેન્દ્ર સરકારે એક કરોડથી વધુ રોકડના ઉપાડ પર લાદેલી બે ટકા TDSણી જોગવાઈ સામે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે.