4 Oct 2019 Friday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ છઠ્ઠ

તા. ૪/૧૦/૨૦૧૯ શુક્રવાર

  • પાકિસ્તાન સ્થિત જૈસે-એ- મોહમ્મદના ચાર આતંકવાદીઓ દિલ્લીમાં ધૂસ્યા હોવાની ભારતીય ગુપ્તચર સંસ્થાઓના મળેલ અહેવાલ અનુસાર દેશભરમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ફાટી નીકળે તો એક અઠવાડિયામાં પાંચ થી 12.5 કરોડ લોકો મોતને ભેટશે. આ યુધ્ધને કારણે વૈશ્વિક પર્યાવરણને માંથી અસર થશે તેમ અમેરીકાની વિવિધ યુનિવર્સીટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે.
  • દિલ્લી થી કટરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લીલી ઝંડી આપી શરૂઆત કરી. આ ટ્રેનથી જમ્મુ કાશ્મીરના વિકાસને વેગ મળશે.
  • હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીના તમામ કામીતીઓમાંથી રાજીનામું આપી દીધું છે. તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સંજય નિરૂપમે પાર્ટી છોડવાની વાત કરી છે.
  • રાજ્ય સરકાર દ્વારા વલસાડના ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય  કક્ષાની સર્પદંશ સંશોધન સંસ્થાની સ્થાપના કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકારના ટ્રાફિકના નિયમોના નવા દંડ સામે રીક્ષા ચાલકોના વિવિધ એસોશિયેશનને એક દિવસણી હડતાલ પાડી હતી.
  • સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે સાત વિકેટ ગુમાવી 502 રન  કરી દાવ ડીકલેર કર્યો છે. મ્યાન અગ્રવાલે શાનદાર બેવડી સદી કરી 215 રન કર્યા છે. સાઉથ આફ્રિકાએ ત્રણ વિકેટ ગુમાવી 39 રન કર્યા છે. અશ્વિને બે વિકેટ ઝડપી છે.
  • પાકિસ્તાન ક્રિકેટર ઓપનર ફખર ઝમાન અને આબિદ અલીની શાનદાર અડધી સદીથી શ્રીલંકા સામેની ત્રીજી વનડે મેચ પાંચ વિકેટથી જીતી પાકિસ્તાને ત્રણ મેચોની સિરીઝ ૨-0 થી જીતી લીધી છે.
  • ભારતીય હોકી ટીમે બેલ્જીયમ પ્રવાસણી તમામ પાંચ મેચો જીતી લીધી છે. બેલ્જીયમ સામેની ત્રીજી અને અંતિમ 5-1 થી જીતી લીધી છે.