વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ અમાસ  

તા. ૪/૨/૨૦૧૯ સોમવાર

  • શારદા ચીફફંડ કેસમાં કાર્યવાહીમાં કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવકુમારની પૂછપરછ માટે સીબીઆઇ ટીમની તેમના નિવાસસ્થાને અટકાયત કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો ખુલ્લો બળવો, મમતા ધરણાં પર બેઠા છે.
  • લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ માંગને લઈને સામાજિક કાર્યકર અન્ના હજારે પાંચ દિવસથી અનશન પર બેઠા છે. અન્નાના સમર્થનમા હાઇવે જામ કરવામાં આવ્યો છે.
  • બિહારના પટણા શહેરના ગાંધી મેદાનમાં 28 વર્ષ બાદ કોંગ્રેસની જાણ આક્રોશ રેલીને સંબોધન કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ વનડે માં ભારતની 35 રનથી વિજય થયું છે. 4-1 થી ભારતે સિરીઝ જીતી છે. મેન ઓફ ધ મેચ અંબાતી નાયડુ અને મેન ઓફ ધ સિરીઝ મોહમ્મદ શમી જાહેર કરવામાં આવ્યા છે.
  • ગાંધીનગર રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોરને પડકાર ફેંક્યો, સત્યાગ્રહ છાવણીથી ચીલોડા

સુધી એક કિમી લાંબી મહારેલી તથા જાહેરસભામાં કાર્યકરો ઉમટ્યા.

  • બિહારના વૈશાલી જીલ્લામાં દિલ્લી જઈ રહેલી સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા ખડી પડતાં આઠ પ્રવાસીઓના મોત થયા, 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
Categories: Daily News