વિક્રમ સંવત૨૦૭૫ કારતકવદબારસ

તા. ૦૪/૧૨/૨૦૧૮ મંગળવાર

  • લોકસભાની સાથે આંધ્રપ્રદેશ, ઓડીશા, સિક્કિમ , હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીર પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે.
  • લોક રક્ષક પેપર લીક કૌભાંડનો પર્દાફાશ : ભાજપના બે કાર્યકરો , એક પી એસ.આઈ સહીત ચાર વ્યક્તિઓ પકડાયા, મુખ્ય સૂત્રધાર ફરાર છે.
  • પેપરલીક કૌભાંડમાં અરવલ્લી ભાજપ કાર્યકર મનહર પટેલ, બનાસકાંઠા પંચાયત ભાજપનો સભ્ય મુકેશ ચૌધરી, ગાંધીનગર પી.એસ.આઈ પી.વી..પટેલ, ગાંધીનગર શ્રી રામ હોસ્ટેલની સંચાલિકા રૂપલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. અને પાંચમો આરોપી યશપાલ સોલંકી જે વડોદરા કોર્પોરેશનનો કર્મચારી છે જે અત્યારે ફરાર છે. ચારેય આરોપીઓના કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
  • પેપર લીક ઘટના બદલ જવાબદારી સ્વીકારી નૈતિકતાના ઢોરને મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપે.- ગુજરાત કોંગ્રેસ
  • રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના 58 જીલ્લા શિક્ષણાધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ શહેર જીલ્લા શિક્ષણાધિકારી તરીકે આર.સી.પટેલ અને અમદાવાદ ગ્રામ્યમાં રાકેશ આર.વ્યાસની અને ગાંધીનગર જીલ્લા શિક્ષણાધિકારી તરીકે ભરતભાઈ વાઢેરની નિયુક્તિ કરવામાં આવી છે.
  • હોકી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ફ્રાંસ અને સ્પેન વચ્ચેની મેચ ૧-૧ થી ડ્રો થઇ છે.
  • સુપ્રીમકોર્ટના બાહ્ય હસ્તક્ષેપના નિવૃત જસ્ટીસ કુરિયન જોસેહના દવાથી ખળભળાટ, પૂર્વ ચીફ જસ્ટીસ મિશ્રા ‘ કઠ પૂતળી’ હતા.
  • ગુજરાત યુનિવર્સીટી , અમદાવાદ ખાતે 14 થી 17 ડીસેમ્બર દરમ્યાન આઠમું વિશ્વ આર્યુવેદ મહાસંમેલન યોજાશે. આ સંમેલનનો મુખ્ય હેતુ આર્યુવેદનો વ્યાપ વધારવાનો છે.
Categories: Daily News