વિક્રમ સંવત ૨૦૭૫ માગશરવદ દશમ    

તા. ૩૧/૧૨/૨૦૧૮ સોમવાર

  • આંદોમાન નિકોબારના ત્રણેય દ્વીપોના નવા નામ આપવામાં આવ્યા છે. રોજ દ્વીપનું નામ સુભાષચંદ્ર બોઝ, નીલ દ્વીપનું નામ શહીદ દ્વીપ અને હેવલોક દ્વીપનું નામ સ્વરાજ દ્વીપ રાખવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. નેતાજી સુભાષચન્દ્ર બોઝ દ્વારા તિરંગો ફરકાવવાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક કાર્યક્રમમાં વડાપ્રધાન પહોંચ્યા હતા.
  • આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ રજુ કરવામાં આવશે, વિપક્ષો આ બિલને અટકાવશે.કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કરવાની રણનીતિ જાહેર કરી છે.
  • પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર યથાવત જારી છે, પેટ્રોલ 2018ની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું છે.
  • જમ્મુ કાશ્મીર અંકુશ રેખા ઉપર ગોઠવવા પાકિસ્તાન 600 ટ્રેન્ક રશિયા પાસેથી રશિયન બનાવટની ટી-90 ટેન્કો સામેલ છે.
  • ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન 11 અને 12 જાન્યુઆરીના રોજ દિલ્લીના રામલીલા મેદાનમાં યોજાશે.
  • લેજેન્ડરી બંગાળી ફિલ્મ દિગ્દર્શક અને પદ્મભૂષણ તથા દાદાસાહેબ ફાલકે એવોર્ડ વિજેતા મૃણાલસેનનું કોલકાતામાં 95 વર્ષની વયે અવસાન થયું છે.
  • મેલબોર્ન ખાતે રમાયેલ ઓસ્ટેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટેલિયાને 137 રનથી હરાવી ભારતે 150મો ટેસ્ટ વિજય નોંધાવ્યો છે, ચાર મેચની શ્રેણીમાં ભારતની 2-1ની સરસાઈ મેળવી. જસપ્રીત બુમરાહ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
  • ભચાઉ તાલુકાના મોટી ચીરઈ સામે ઓવરબ્રિજ પર ભચાઉથી નીઠું ઓવરલોડ ભરીને નીકળેલા ટ્રેઈલરનું ટાયર ફાટતાં તે પલટી બીજી સાઈડમાં અન્ય ટ્રેલર પર પટકાયું બંને ટ્રેલર વચ્ચે ઇનોવા કાર દબાઈ જતાં 10 લોકોના મોત.
  • 6 જાન્યુઆરીએ લોકરક્ષક પરીક્ષાના ઉમેદવારે એસટીમાં મફત મુસાફરી માટે કોલ લેટર બતાવવો પડશે, પેપર લીક થયા પછી મુખ્યમંત્રીએ એસટીમાં વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરી હતી.
Categories: Daily News