વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ દસમ

તા. ૩૦/૧/૨૦૧૯ બુધવાર

  • લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરસ્ટ્રોક ,અયોધ્યાની બિનવિવાદિત 67 એકર જમીન સોંપવા કેન્દ્ર સરકારની સુપ્રીમમાં અરજી કરી.
  • માજી સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીનું મંગળવારે 88 વર્ષની વયે અવસાન થયું છે. કારગિલ યુધ્ધ દરમ્યાન તેઓ સંરક્ષણ મંત્રી હતા.
  • વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવશે, સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ખાતમૂહુર્ત કરશે. તથા રામપુરા ખાતે વિનસ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે.
  • ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આખરે એનસીપીમાં જોડાયા, પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
  • આઇસીસી દ્વારા ટી-20 વર્લ્ડકપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, ભારત અને પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપમાં ગ્રૂપ સ્ટેજમાં નહીં ટકરાય. ભારત પ્રથમ મેચ 24 ઓક્ટોબર 2020ના રોજ સાઉથ આફ્રિકા સામે પર્થમાં રમાશે.
  • ભારતીય મહિલા ટીમે ત્રણ મેચોની સિરીમાં બીજી વનડે મેચમાં સ્મૃતિ માંધાતાના અણનમ 90 રન અને મિતાલી રાજના અણનમ 63 રનથી ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી પરાજય આપી વનડે સિરીઝ 2-0 થી જીતી લીધી છે.
  • કેન્દ્ર સરકારે ગુજરાત સહિત છ દુષ્કાળગ્રસ્ત રાજ્યોને 7,214 કરોડની સહાય મંજૂર કરી છે. ગુજરાતને ફરી એક વખત અન્યાય, માત્ર 127.60 કરોડની સહાય મળી છે. મહારાષ્ટ્રને સૌથી વધારે 4,714 કરોડની સહાય મંજૂર કરી છે.
Categories: Daily News