વિક્રમ સંવત ૨૦૭૫ માગશરવદ નોમ    

તા. ૩૦/૧૨/૨૦૧૮ રવિવાર

  • ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચોપર કેસમાં સ્થિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલે કસ્ટડીમાં ‘ મીસેઝ ગાંધી અને ‘ ઇટાલી મહિલાના પુત્ર’નું નામ લીધું – ઇડી
  • જમ્મુ કાશ્મીરના પુલવામામાં સલામતીદળોને મોટી સફળતા, જૈસે એ મોહમ્મદના ચાર આંતકવાદીઓ ઠાર, આંતકવાદીઓમાં જેમાં એક પાકિસ્તાન નાગરિક સામેલ છે.
  • ઉત્તરપ્રદેશમાં જંગલરાજ, બુલંદશહેરમાં ઇન્સ્પેક્ટરની હત્યાની ઘટના સુકાઈ નથી ત્યાં વધુ એક પોલીસ કર્મીની હત્યા કરવામાં આવી છે. ગાઝીપુરમાં અનામતની માંગ કરી રહેલી ભીડના પથ્થરમારામાં પોલીસનું મોત થયું છે.
  • ત્રણ તલાક બીલ સોમવારે એટલે કે આવતીકાલે રાજ્યસભામાં વિચાર વિમર્શ અને પસાર કરવા માટે રજુ કરવામાં આવશે.
  • ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીની ઝપેટમાં, જમ્મુ કાશ્મીરમાં ગાત્રો થીજાવી દેતાં ઠંડા પવનો જ્યારે દિલ્હીમાં રેકોર્ડબ્રેક 2.6 ડિગ્રી સે. નોંધાયું છે.
  • રાજ્યમાં શાળા પ્રવાસ માટે સરકારી બસોને પ્રાથમિકતા આપવી પડશે અને પ્રવાસ પહેલા ડીઈઓની મંજુરી મેળવવાની રહેશે.
  • ઓસ્ટેલિયા સામેની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત વિજય બે વિકેટ દૂર, ભારતે ૩૯૯ રનના લક્ષ્યાંક સામે ઓસ્ટેલિયા આઠ વિકેટ ગુમાવી 258 રન કર્યા છે.
  • ઈજીપ્તમાં પોલીસ કાર્યવાહીમાં 40 આંતકવાદીઓ ઠાર માર્યા. ગીજાના પીરામીડો નજીક માર્ગ પાસે થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં વિયેતનામના ત્રણ પર્યટકો અને તેમના ગાઈડના મોત બાદ આ અભિયાન શરૂ કર્યું હતું.
  • અમદાવાદ મેટ્રો ટ્રેન માટેના ત્રણ કોચ મુદ્રા બંદરે આવી પહોંચ્યા છે. 18 જાન્યુઆરી સુધીમાં પ્રથમ ટ્રાયલ ટેસ્ટ થવાની શક્યતા છે. જ્યારે માર્ચ સુધીમાં મેટ્રો ટ્રેન શરૂ થાય તેવી સંભવાના છે.
  • બીએમડબ્લ્યુ હિત એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહ સહીત છ લોકોને દારૂની મહેફિલ કાંડમાં નીચલી કોર્ટે જામીન રદ કર્યા છે.
Categories: Daily News