3 Sep 2019 Tuesday

વિક્રમ સંવત ૨૦૭૫ ભાદરવા સુદ પાંચમ

તા. 3/૯/૨૦૧૯ મંગળવાર

  • ભારતના મહત્વકાંક્ષીચંદ્રમિશન ચંદ્રયાન-2 ઓર્બિટર વિક્રમ લેન્ડરઅલગ થવાની સાથે જ ચંદ્ર તરફ કૂચ, સાત સપ્ટેમ્બર વહેલી સવારે અઢી વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર પહોંચશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે દિલ્લીમાં નિર્માણ પામેલ ગરવી ગુજરાત ભવનનું ઉદ્દઘાટન થયું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.
  • પાકિસ્તાન જેલમાં ત્રણ વર્ષથી વધુ સમયથી રહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથે ભારતીય રાજદ્વારીણી બે કલાક સુધી પાકિસ્તાનમાં ગુપ્ત સ્થળ પર મંત્રણા યોજાઈ.
  • ભારતીય વાયુદળના વડા એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદને પઠાનકોટ એરવેઝથી મીગ-21 લડાકુ વિમાનનું ઉડ્ડયન કર્યું.
  • ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 257 રનથી પરાજય આપી ટેસ્ટ શ્રેણી 2-0 જીતી લીધી છે. ભારતે આપેલા 468 રનના લક્ષ્યાંક સામે વેસ્ટ ઇન્ડીઝ માત્ર 210 રન જ કરી શક્યું હતું. પ્લેયર ઓફ ધ મેચ હનુમા વિહારી બન્યા જેમને પ્રથમ દાવમાં શાનદાર 111 રન અને બીજા દાવમાં અણનમ 58 રન કર્યા હતા.
  • ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી સામે તેમની પત્ની હસીન જહાએ ઘરેલું હિંસાના કેસમાં અલીપુર કોર્ટે મોહમ્મદ શમી અને તેમના ભાઈ હાસીદ અહમદ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે.
  • ગાંધીનગર મેડીકલ કોલેજને આંખ વિભાગને પી.જી.અભ્યાસક્રમ માટે બે સીટોની મંજુરી આપી છે. માઈક્રોબાયોલોજીમાં પણ પી.જી.ની માન્યતા મળવાની સંભાવના છે.
  • ગુજરાત જમીન વિકાસ નિગમના ફિલ્ડ અધિકારી જયંતી પટેલ પાસેથી રૂ. 2.80 કરોડની બેનામી મિલકત મળી આવી છે. તેમના અને તેમની પત્ની નંદા પટેલ સામે એન્ટી કરપ્શન બ્યૂરોએ આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો દાખલ કર્યો છે.