3 Oct 2019 Thursday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ પાંચમ

તા. 3/૧૦/૨૦૧૯ ગુરૂવાર

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે ગાંધીજીની  150 જન્મજયંતી પ્રસંગે  કાર્યક્રમમાં સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થયો હોવાનું જાહેર  કર્યું.
  • ભારતમાં કિડની સારવાર તથા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને વિશ્વની સૌથી મોટી કિડની હોસ્પીટલના સ્થાપક ડો. એચ.એલ.ત્રિવેદી( હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી)નું 87 વર્ષની વયે અવસાન થયું છે. ડો. ત્રિવેદી નેફ્રોલોજીસ્ટ હતા તેમણે 40 વર્ષના સમયગાળા દરમિયાન તેમના માર્ગદર્શન હેઠળ પાંચ હજારથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. તેમને સાતમી ઓક્ટોબર ૧૯૮૧ને નવરાત્રીના નવમા દિવસે કિડની હોસ્પિટલણી સ્થાપના કરી હતી.
  • અમેરિકાએ ભારતમાં આતંકી હુમલાની ચેતવણી આપી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાથી અનેક મોટા દેશોને ભારતમાં આતંકી હુમલાનો ડર છે.
  • ઉત્તર કોરીયાએ અમેરિકા સાથે મંત્રણા પહેલા વધુ બે બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયા અમેરિકા સાથે પાંચ ઓક્ટોબરે પરમાણુ હથિયારો અંગે મંત્રણા કરશે.
  • પાકિસ્તાનને વધુ એક ઝટકો, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને રાજ્યને પુનર્ગઠનને લઈને સાઉદી અરેબિયાએ ભારતને સમર્થન જાહેર કર્યું છે.   
  • હૈદરાબાદના નિઝામના ફંડ અંગે દાયકાઓથી ચાલી રહેલા વિવાદમાં બ્રિટનની એક હાઈકોર્ટે ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો છે. પાકિસ્તાનના દાવાને ફગાવતા હૈદરાબાદ નિઝામનું ફંડ ભારતને અપાશે.
  •  દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ દિવસે વિના વિકેટે 202 રન કર્યા છે. જેમાં રોહિત શર્માએ શાનદાર અણનમ 115 અને મયંક અગ્રવાલે અણનમ 84 રન કર્યા છે.
  • દોહા વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં 200 મીટર સ્પર્ધામાં અમેરિકાના નોઆહ લાયન્સે ગોલ્ડ મેડલ જીત્યો છે. લાય્લ્સ પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ રહ્યો છે.
  • ઓસ્ટેલિયાની  મહિલા વિકેટકીપર બેટ્સમેન એલીસા હિલીએ ટી20 મેચમાં સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો છે. હિલીએ શાનદાર અણનમ 148 રણ કર્યા હતા. સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર છે.