વિક્રમ સંવત ૨૦૭૫ પોષ વદ ચૌદશ  

તા. ૩/૨/૨૦૧૯ રવિવાર

 • અમેરિકામાં ઠંડીનું રૌદ્ર સ્વરૂપ, બરફના ચક્રવાતના કારણે અમેરિકાના અનેક ભાગો ઠંડાગાર. શિકાગો, ન્યૂયોર્ક સહીત તમામ જગ્યાઓ ઉપર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હડસન નદી સંપૂર્ણ બરફમાં ફેરવાઈ છે.
 • વડાપ્રધાનના નેતૃત્વમાં હાઈપાવર્ડ પસંદગી સમિતિએ સીબીઆઈના ડીરેક્ટર તરીકે આઈપીએસ અધિકારી ઋષિકુમાર શુક્લાની નિયુકતી કરવામાં આવી છે. શુક્લાની અવધિ બે વર્ષની રહેશે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંગાળના નોર્થ 24 પરગણા જીલ્લામાં રેલીમાં ભાગદોડ, અનેક મહિલાઓ અને બાળકો ઈજાગ્રસ્ત થયા છે. મમતા બેનરજી પર હિંસાનો મોદીનો આરોપ, ઘટના બદલ લોકોની માફીની માગણી કરી.
 • કોંગ્રેસી નેત્સ્સ પ્રિયંકા ગાંધીના પતિ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની ધરપકડ પર કોર્ટે 16 ફેબ્રુઆરી સુધી મનાઈ ફરમાવી છે. મની લોન્ડરિંગ કેસમાં વાડ્રાએ પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
 • દિલ્લી- એનસીઆરમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ, જો કે આ ઘટનામાં કોઈ ખુવારીના અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ હિન્દકુશ પર્વત હોવાનું મનાય છે.
 • ગુજરાત માનવ અધિકાર આયોગમાં સરકારના માનીતા અને ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર નિવૃત આઈ.પી.એસ અધિકારી જે.કે.ભટ્ટની આયોગના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
 • સાતમા પગારપંચનો લાભ ન મળતાં એસટી કર્મચારીઓ પાંચમી ફેબ્રુઆરીહડતાળ પાડશે. ત્રણે માન્ય સંગઠનો સાથે સરકાર ચર્ચા નહિ કરે તો બસો થંભાવી દેવાની ચીમકી આપી છે.
 • આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ વનડે મેચ રમાશે. ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીનું પુરાગમન થયું છે.
 • ડેવિસ કપ વર્લ્ડ ફાઈનલ્સમાં ભારતને ૩-1 થી હરાવી ઇટાલીએ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
 • ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રસના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેઓ આગામી દિવસોમાં ભાજપામાં જોડાઈ શકે છે.
 • લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજનું સંમેલન યોજી કુંવરજી બાવળીયાએ શક્તિપ્રદર્શન કર્યું છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું છે.
Categories: Daily News