વિક્રમ સંવત૨૦૭૫ કારતકવદ અગિયારસ

તા. ૦૩/૧૨/૨૦૧૮ સોમવાર

  • ફ્રાંસમાં દાયકાના સૌથી હિંસક તોફાનો ,પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં લોકો હથિયારો સાથે રસ્તા પર ઉતરતાં કટોકટી લાદવા માટે કવાયત શરૂ થઈ.
  • ભારતની આઝાદીના 75 વર્ષના પ્રસંગે વર્ષ ૨૦૨૨માં જી-૧૦ શિખર સંમેલન ભારતમાં યોજવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી.
  • મહારાષ્ટ્ર સરકારને શિરડી સાંઈ સંસ્થા નીલવડે સિંચાઈ યોજના માટે રૂ. 500 કરોડ વગર વ્યાજે લોન આપવાનો નિર્ણય કર્યો છે.
  • દેશની તમામ શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને પુસ્તક, ડ્રેસ અને તેમના પરિવહનનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.- કેન્દ્રીય મંત્રી સતપાલસિંહ
  • જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અવસર નાકિયાની પસંદગી કરવામાં આવી છે. આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે.
  • હોકી વર્લ્ડકપ ટુર્નામેંટમાં ભારત અને બેલ્જિયમ મેચ ૨-૨થી ડ્રો થઈ. બેલ્જિયમ અંતિમ ક્ષણોમાં ગોલ કરતાં ભારતનો વિજય છીનવાઈ ગયો.
  • ગુજરાત પોલીસ લોક રક્ષક પરીક્ષા નવ લાખ ઉમેદવારો પરીક્ષા આપે તે પહેલા પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી છે. ઠેર ઠેર હજારો પરીક્ષાર્થીઓ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો.
  • પોલીસ લોક રક્ષક પરીક્ષા ફરી એક મહિનામાં જ યોજવાની જાહેરાત ભરતી દળના વડાએ જાહેરાત કરી. ફરી પરીક્ષા વખતે પરીક્ષાર્થીઓને એસ ટી ભાડું આપવાની રાજ્ય સરકારની જાહેરાત કરી.
Categories: Daily News