વિક્રમ સંવત ૨૦૭૫ ફાગણવદ તેરસ                  

તા. ૩.૪.૨૦૧૯ બુધવાર

  • કોંગ્રેસે ‘ હમ નિભાયેગે’ શીર્ષક સાથે ચૂંટણી ઢંઢેરો જાહરે કર્યો, 22 લાખ સરકારી નોકરીનું વચન, શિક્ષણ માટે 6% બજેટ ફાળવશે. હેલ્થ કેર યોજના બહાર પડાશે, લોન નહિ ચૂકવી શકનાર ખેડૂતો સામે ફોજદાર ગુણો નહિ.
  • ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરની સરહદ પર પાકિસ્તાની સેનાને આકરો જવાબ આપતાં તેની સાત ચોકીઓ ધ્વસ્ત કરી, પાકિસ્તાની ત્રણ સૈનિકોને ઠાર મરાયા છે.
  • નાસાનો આરોપ, ભારતના એ-સેટ વેપને અંતરીક્ષમાં ભંગારના 400 ટુકડા વિખેર્યા, અમેરિકાનું ભારત વિરુદ્ધ નિવેદન.
  • IPL ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ સામે બેગ્લોરનો વધુ એક પરાજય થયો છે. રાજસ્થાને સાત વિકેટથી વિજય થયો હતો.
  • ગુજરાત કોંગ્રેસના વધુ છ ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ગાંધીનગરથી ડો. સી.જે.ચાવડા, અમદાવાદ પૂર્વમાં ગીતાબેન પટેલ, અમરેલીમાં પરેશ ધાનાણી, સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ  બનાસકાંઠામાં પરથી ભટોળ, સુરતમાં અશોક અધેવાડા અને ભરૂચમાં પી.ડી.વસાવાને ટીકીટ આપવામાં આવી છે.
  • ભાજપે આખરે મહેસાણામાં શારદાબેન પટેલ અને સુરતમાં દર્શના જરદોશી યથાવત રાખવામાં આવ્યા છે.
Categories: Daily News