29 Sep 2019 Sunday

વિક્રમ સવંત ૨૦૭૫ આસોસુદ એકમ

તા. ૨૯/૯/૨૦૧૯ રવિવાર

  • જમ્મુ કાશ્મીરમાં સલામતી દળોને આતંકીઓની બે સ્થળે મુઠભેડમાં છ આતંકીઓ ઠાર, એક ભારતીય જવાન શહીદ, બે પોલીસકર્મીઓને ઈજા થઇ છે.
  • ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત MD ડ્રગ્સની  હેરાફેરી કરતી ગેન્ગના સૂત્રધારોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડી પાડી છે. મુંબઈથી લવાયેલા દોઢ કરોડની કિંમતના દોઢ કિલો ડ્રગ્સ સાથે ખમાસાના મઝહર હુસૈન અને ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે.
  • ‘ ખૂન ખરાબા, બંદૂક ઉઠાવવી અને અંત સુધી લડવા જેવા નિવેદનો 21મી સદીનું વિઝાન નથી- ઇમરાનખાનને ભારતના પ્રથમ મહિલા સચિવ વિદિશા મૈત્રાનો જવાબ
  • રાજ્યમાં વરસાદની યથાવત, પાટણમાં સાત ઇંચ , ગીરના જંગલમાં પાંચ ઇંચ, ઓલપાડમાં સાડાત્રણ ઇંચ અને વિસનગરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.
  • 25 હાજાર કરોડના મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક કૌભાંડમાં ઇડીએ શરદપવાર અને તેમના ભત્રીજા અજીત પવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અજીત પવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
  • પાકિસ્તાનના મિત્ર ચીને સંયુકત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે કહ્યું કે અમારા આંતરિક મામલામાં દાખલ કરે નહી.
  • ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી જુદો ચેમ્પિયનશીપ ૨૦૧૯માં નવસારીનો કબીલપોરનો અજય મિસ્ત્રી 90 કી.ગ્રા ગ્રુપમાં ઈંગ્લેન્ડના ખેલાડીને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
  • ગુજરાત ક્રિકેટ એસોસીએશિયનણી ચૂંટણીમાં ઉપપ્રમુખ તરીકે પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીની વરણી કરવામાં આવી છે.
  • આજથી શારદીય નવરાત્રીઓ પ્રારંભ, સાત ઓક્ટોબરે નવરાત્રીની પૂર્ણાહુતી અને  આઠમી ઓક્ટોબરે દશેરા ઉજવાશે.